ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani) 94 વર્ષના થયા છે. અડવાણીના જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના નિવાસસ્થાને જઇને શુભેચ્છા પાઠવી હતી અને લાંબી ઉંમરની કામના કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ કે, દેશ હંમેશા અડવાણીનો આભારી રહેશે, તેમણે ટ્વીટ કર્યુ, આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. લોકોને સશક્ત બનાવવા અને સાંસ્કૃતિક ગૌરવને સારૂ કરવા માટે તેમના પ્રયાસો માટે રાષ્ટ્ર હંમેશા ઋણી રહેશે. સાથે જ તેમણે પોતાના વિદ્ધતાપૂર્ણ કામો અને બૃદ્ધિ માટે સમ્માનિત કરવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ અડવાણીના લાંબા જીવનની કામના કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ, પોતાના સતત સંઘર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન-જન સુધી પહોચાડીને સંગઠનને અખિલ ભારતીય સ્વરૂપ આપવામાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા આપણા તમામ આદરણીય શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સદૈવ સ્વસ્થ રહો અને દીર્ઘાયુ થાઓ એવી ઇશ્વરને કામના કરૂ છુ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કર્યુ, ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા, આપણા પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીર્ઘાયુ રહો, ઇશ્વરને આ કામના કરૂ છુ.
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ સિંધ પ્રાંત (હવે પાકિસ્તાન)ના કરાચી શહેરમાં એક સિંધિ હિન્દૂ પરિવારમાં થયો હતો. તે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. 80ના દાયકામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે યાત્રા કાઢી હતી અને તે બાદ દેશભરમાં ભાજપનો જનાધાર વધતો ગયો હતો.