પહેલાં માસ્ક ફક્ત ગણ્યા ગાઠ્યા દેશોમાં પહેરાતા હતા. જે દેશમાં પ્રદુષણ વધુ થતું ત્યાં પહેરાતા. પરંતુ જ્યારથી કોરોના મહામારી દુનિયામાં પ્રસરી છે. ત્યારથી તો તમામ દેશમાં માસ્ક ફરજિયાત થઈ ગયા છે. આપણા ભારતમાં સરકારે દંડ વસલવાનું શરૂ કર્યુ ત્યારે લોકો માસ્ક પહેરતા થયા. માસ્ક હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે.
એક વ્યક્તિએ અહીંયા જ પોતાનું દિમાગ દોડાવ્યુ અને માસ્ક પહેરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. તે વ્યક્તિનું નામ છે જ્યોર્જ પીલ. જેણે નોર્મલ બની ગયેલા સર્જિકલ માસ્કને પહેરવાની એવી પ્રેક્ટિસ કરી કે સામાન્ય વ્યક્તિ કરતાં તેઓ ઝડપી માસ્ક પહેરવા લાગ્યા. વીજળીની સ્પિડે તેઓ કાન અને મોઢા પર માસ્ક પહેરી લેતા હતા. તેમની સ્પિડ એટલી બધી છે કે ફક્ત 7.35 સેકંડમાં 10 માસ્ક પહેરી લે છે. ઉસૈન બોલ્ડ પણ 100 મીટર દોડવા માટે 9 સેકંડ લાગે છે. આટલી સ્પિડમાં માસ્ક પહેરી લેવાથી તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયુ છે. ખુદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે વીડિયો શેર કર્યો છે. અત્યાર સુધી તો તેમના નામે રેકોર્ડ છે પણ ભવિષ્યમાં કોઈ આ રેકોર્ડ તોડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે લોકો અવનવા અખતરા અજમાવતા હોય છે. જેમાં ઘણાં લોકો સફળ થાય છે. કેટલાક લોકો નિષ્ફળ સાબિત થાય છે. જ્યોર્જ પીલનો રેકોર્ડ પણ તુટી ગયો છે. 6.19 સેકંડમાં રોક્કો મરક્યુરીઓએ 7.35 સેકંડનો માસ્ક પહેરવાનો રેકોર્ડ ફક્ત 6.19 સેકંડમાં 10 માસ્ક પહેરીને નવો રેકોર્ડ બનાવ્યો ઠે