મુંબઇ: કોરોના કાળમાં વિમાન ટિકિટ ઘણી મોંઘી થઇ ગઇ છે પણ તમારા માટે એક વિશેષ બેન્ક ઓફર આવી છે જેમાં તમને ઓછા રૂપિયા ખર્ચીને હવાઇ મુસાફરી કરવાની તક મળશે. આ ઓફરનો ઉપયોગ કરીને એર ટિકિટનું બુકિંગ કરાવશો તો મોટી બચત થશે. વિમાન ટિકિટ કરાવતી વખતને તમને ક્રેડિટ કાર્ડની જરૂર પડશે. તો ચાલો જાણીયે આ ઓફર વિશે…
સ્પાઇસજેટની વિકેન્ડ વંડર્સ ઓફર…
જો તમે શનિવાર કે રવિવારે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને કંપની 1000 રૂપિયા સુધીની છુટ આપશે. ઉપરાંત તમને મફતમાં પ્રાયોરિટી ચેક-ઇનનો પણ ફાયદો થશે. અલબત્ત તેની માટે તમારી પાસે આરબીએલ બેન્કનું ક્રેડિટ કાર્ડ હોવુ જરૂરી છે. બજાજ ફિનસર્વ આરબીએલ બેન્ક સુપરકાર્ડ્સ ઉપર પર આ ઓફરનો લાભ ઉઠાવી શકશો. કંપનીએ પોતાની આ ઓફરને વિકેન્ડ વંડર્સનુ નામ આપ્યુ છે. જેની માટે તમારે એક પ્રોમો કોર્ડની પણ જરૂર પડશે, જે એરલાઇનની વેબસાઇટ પર મળી જશે.
ઇન્ડિગો આપશે રૂ. 5000 સુધીનું કેશબેક
જો તમે ઇન્ડિગોના વિમાનની ટિકિટ બુક કરાવી રહ્યો છો તમને 5000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમારી પાસે ઇન્ડસઇન્ડ બેન્કનું ક્રેડિટ કાર્ડ હોવુ જરૂરી છે. ઇન્ડ્સઇન્ડ બેન્કના ક્રેડિટ કાર્ડથી વિમાન પ્રવાસ માટેની ટિકિટ બુકિંગ કરાવો છો અને તેને 12 મહિનાના ઇએમઆઇમાં કન્વર્ટ કરો છો તો તેના પર 12 ટકા સુધીનું કેશ બેક મળશે જે રૂ, 5000 સુધીનું હોઇ શકે છે. કંપનીની આ ઓફરનો લાભ 31 ડિસેમ્બર 2022 સુધી ઉઠાવી શકાશે.
ડિસેમ્બરમાં વિમાન મુસાફરો 52 ટકા વધ્યા
ડિસેમ્બરમાં 1.11 કરોડ લોકોએ વિમાન મુસાફરી કરી છે જે ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં વાર્ષિક તુલનાએ 52 ટકા અને માસિક ધોરણે 6 ટકાનો વધારો દર્શાવે છે. ડિસેમ્બરમાં એરલાઇન્સનું ઉપયોગમાં લેવાયેલી ક્ષમતા વર્ષ પૂર્વેના સમાન સમયગાળાની તુલનાએ 35 ટકા વધારે હતી. ડિસેમ્બર 2020માં 86,465 લોકોએ વિમાન મુસાફરી કરી હતી.