spot_img

તમારા બેન્ક ખાતામાં LPG સબસિડીના પૈસા આવે છે કે નથી આવતા? ઓનલાઇન કરો ચેક

તમે જ્યારે પણ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) રિફિલ કરાવો છો તો સરકાર તરફથી કેટલાક પૈસા પરત આપવામાં આવે છે જે ગ્રાહકના ખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે. મોટાભાગના ગ્રાહકોના ખાતામાં ગેસ સબસિડીના પૈસા આસાનીથી આવી જાય છે પરંતુ કેટલાક ગ્રાહક એવા હોય છે જેમના ખાતામાં આસાનીથી પૈસા આવતા નથી. પૈસા આવે છે તો પણ તેમણે ખબર પડતી નથી કે પૈસા ક્યા ખાતામાં આવ્યા, કેટલા આવ્યા અને ક્યારે આવ્યા. જેને જાણવા માટે ઓનલાઇનની ઘણી સરળ રીત છે. ઘરે બેઠા તમે આરામથી ચેક કરી શકો છો કે તમારા ખાતામાં ગેસ સબસિડીના પૈસા આવ્યા છે કે નથી આવ્યા અને આવ્યા છે તો કેટલી રકમ ટ્રાન્સફર થઇ છે.

તેની માટે સૌથી પહેલા તમારે ગૂગલ બ્રાઉજરમાં જવુ પડશે. અહી તમારે mylpg લખવુ પડશે. આ સાથએ જ My LPG.inની એક નવી વિંડો ખુલી જશે. તમારે તેની ઉપર ક્લિક કરવુ પડશે જે બાદ PAHAL નામથી લખેલુ એક પેજ ખુલી જશે. આ સરકારી વેબસાઇટ છે જેની પર તમે ઇંડેન, ભારત ગેસ અને એચપીની સબસિડી ચેક કરી શકો છો. પેજ પર તમને ત્રણ કંપનીના સિલિન્ડર જોવા મળશે. તમારે જે કંપનીનું સિલિન્ડર છે, તેની પર ક્લિક કરવુ પડશે. માની લો કે તમારૂ સિલિન્ડર ઇંડેનનું છે તો તમારે સિલિન્ડર પર ક્લિક કરવુ પડશે, ક્લિક કરતા જ my indane.in નામથી નવુ પેજ ખુલી જશે.

જેમાં Give Your Feedback Online લખેલુ દેખાશે જેની પર તમારે ક્લિક કરવાનું છે. નવુ પેજ ખુલશે જ્યા તમને LPG લખેલુ દેખાશે, આ સાથે એક સિલિન્ડર બનેલુ હશે, તેને સિલેક્ટ કરવુ પડશે. તે બાદ એક નવો બોક્સ ખુલશે જેમાં complaint details લખેલુ હશે, તેની નીચે એક ચોકોર બોક્સ બનેલુ હશે જેમાં તમારે lpg subsidy લખવાનું છે. તે બાદ Proceedના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તે બાદ તમારી સામે select category and sub category લખેલુ નવુ મેન્યૂ દેખાશે. જેમાં નીચે ધ્યાનથી જોશો તો એક કેટેગરી મળશે જેમાં લખેલુ હશે subsidy related (PAHAL). આ ઓપ્શન પર ક્લિક કરો જે બાદ સબ-કેટેગરી દેખાશે.

જેમાં સૌથી ઉપર લખેલુ હોય છે subsidy not received એટલે કે સબસિડી નથી મળી. તેની પર તમારે ક્લિક કરવાનું છે. તે બાદ તમારી સામે ઇન્ડિયન ઓઇલનું પેજ ખુલી જાય છે જેમાં સબસિડી ચેક કરવાનું ઓપ્શન મળે છે. જેમાં મોબાઇલ નંબર નાખવુ પડશે અથવા એલપીજી આઇડી નાખવી પડશે. મોબાઇલ નંબર તે જ નાખો જે ગેસ એજન્સીમાં રજિસ્ટર્ડ હોય. કેપ્ચાના સેક્શનમાં જઇને I am not robotના બોક્સમાં ચેક કરી દો. તે બાદ submitનું બટન દબાવી દો. સબમિટનું બટન દબાવતા જ તમારી સામે એક શીટ ખુલી જશે જેમાં સિલિન્ડર બુકિંગ અને રિફિલની પુરી જાણકારી મળી જશે.

તમે કઇ તારીખે સિલિન્ડર બુક કર્યુ, કેટલુ એમાઉન્ટ પેમેન્ટ કર્યુ અને ગેસ કઇ તારીખે ડિલીવર કરવામાં આવ્યુ, તેની જાણકારી મળી જશે. તમે કેશ મેમો પણ જોઇ શકો છો અને આ સાથે સબસિડી અમાઉન્ટ પણ દેખાઇ જાય છે. તમારા બેન્ક ખાતામાં કેટલુ એમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યુ, કઇ તારીખે કરવામાં આવ્યુ, તે બધી જાણકારી મળી જાય છે. જેમાં એમ પણ લખેલુ હોય છે કે કઇ બેન્કના ખાતામાં સબસિડીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બેન્ક એકાઉન્ટના અંતિમ 4 અંક પણ લખેલા દેખાય છે. એવુ પણ બને છે કે સરકાર પાસેથી પૈસા મોકલી દેવામાં આવ્યા હોય પરંતુ ખાતામાં ના આવ્યા હોય તો બેન્ક એકાઉન્ટ નંબરમાં તેની ડિટેલ નહી દેખાય. જેવા જ પૈસા ખાતામાં આવી જશે, એકાઉન્ટ નંબરની ડિટેલ દેખાઇ જશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles