IPLમાં પ્રથમ વખત રમી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ સારી રહી છે. લખનઉની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની ઘણી નજીક છે, પરંતુ ટીમની છેલ્લી 2 મેચ ખૂબ જ ખરાબ રહી છે અને તેને હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉ માટે આ સિઝનમાં એક ખેલાડીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે, આ ખેલાડીને ટીમે 9.2 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો.
9.2 કરોડ ખેલાડીનું ખરાબ પ્રદર્શન
લખનઉ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શન પહેલા કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને ખરીદ્યા હતા. માર્કસ સ્ટોઈનિસને ટીમ દ્વારા 9.2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ માર્કસ સ્ટોઈનિસને ખરીદવાનો નિર્ણય ટીમ માટે હજુ સાચો સાબિત થયો નથી. માર્કસ સ્ટોઈનિસ આ સિઝનમાં સતત ફ્લોપ રહ્યો છે. માર્કસ સ્ટોઈનિસ આ સિઝનમાં બેટ અને બોલ બંનેથી ફ્લોપ રહ્યો છે.
21.00 ની એવરેજથી રન બનાવ્યા
IPL 2022માં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અત્યાર સુધી 9 મેચ રમી ચૂક્યો છે, આ મેચોમાં તેણે 21.00ની એવરેજથી માત્ર 147 રન જ બનાવ્યા છે, આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ અણનમ 38 રહ્યો છે. બોલિંગમાં પણ માર્કસ સ્ટોઈનિસ લખનઉ સુપર જાયન્ટ્સ માટે કાંઈ ખાસ કરી શક્યો નથી. સ્ટોઇનિસે આ 9 મેચમાં માત્ર 1 વિકેટ લીધી છે અને 11.20ની ઇકોનોમીથી રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે પરંતુ આ સીઝનમાં તેણે અત્યાર સુધીમાં એવી રમત બતાવી નથી. આ સિઝનમાં માર્કસ સ્ટોઈનિસને એક પણ અડધી સદી ફટકારી નથી. સ્ટોઇનિસ છેલ્લી સિઝનમાં પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો.