દેશભરમાં નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ શુભ પ્રસંગે માં દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ વચ્ચે મોટા પાયે ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે તેમની શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રિમાં જો વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો ભક્તો પર માતાની કૃપા દ્રષ્ટિ બની રહે છે, તેમના બગડેલા કામ બની જાય છે. આર્થિક મોરચા પર પણ તેમણે ઘણો લાભ મળે છે.
માન્યતા છે કે નવરાત્રિના સમયે માતા સ્વયં પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોના દુખોને દૂર કરે છે. આ કારણે ભક્ત માતાના 9 રૂપોની વિશેષ રીતે પૂજા કરે છે. જ્યોતિષિઓ અનુસાર જો તમે પણ પોતાની રાશિ અનુસાર માં દૂર્ગાને ફૂલ અર્પિત કરો છો તો તે ઘણા પ્રસન્ન થઇ જાય છે અને પોતાની મન ફાવે તેવી ઇચ્છા પુરી થવા લાગે છે.
મેષ રાશિ: આ રાશિના લોકોએ માતા સામે લાલ રંગના ફૂલ ચઢાવવા જોઇએ. તેને ઘણા શુભ માનવામાં આવે છે.
વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકોને માતા દૂર્ગાને સફેદ ફૂલ ચઢાવવા જોઇએ, જેનાથી તે ઘણા ખુશ થઇ જાય છે. આ સિવાય વૃષભ રાશિના લોકો બેલા, હરશ્રૃંગાર અને સફેદ ગુડહલના ફૂલ પણ ચઢાવી શકે છે.
મિથુન રાશિ: આ રાશિના લોકો પીળા કનેર અથવા મેરી ગોલ્ડના ફૂલ ચઢાવે છે, તો માતા દુર્ગા તેમનાથી પ્રસન્ન થાય છે અને તેમની ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે.
કર્ક રાશિ: આ રાશિ સાથે જોડાયેલા લોકો નવરાત્રિમાં સફેદ અથવા ગુલાબી રંગના ફૂલ ચઢાવી શકે છે.
સિંહ રાશિ: સિંહ રાશિ સાથે જોડાયેલા લોકો ગુલાબ અથવા કનેરના ફૂલ ચઢાવી શકે છે.
કન્યા રાશિ: આ રાશિના લોકો મેરિગોલ્ડ, ગુલાબના ફૂલ ચઢાવી શકે છે.
તુલા રાશિ: તુલા રાશિના લોકો સફેદ રંગના ફૂલ ચઢાવવા જોઇએ. આ સિવાય માં દૂર્ગા સામે સફેદ કમળ, કેવડાનું ફૂલ પણ ચઢાવી શકે છે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકોએ માતા સામે લાલ રંગના ફૂલ ચઢાવવા જોઇએ.
ધનુ રાશિ: આ રાશિ સાથે સબંધિત લોકો પીળા રંગના ફૂલ ચઢાવી શકે છે.
મકર રાશિ: મકર રાશિના લોકો વાદળી રંગના ફૂલ ચઢાવી શકે છે.
કુંભ રાશિ: આ રાશિના લોકો માં દૂર્ગાને વાદળી રંગના ફૂલ ચઢાવી શકે છે.
મીન રાશિ: પીળા રંગના ફૂલ ચઢાવવા જોઇએ.