મધ્યપ્રદેશની શિવરાજ સરકારના ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર આજકાલ પોતાના કામને લઇને મીડિયામાં છવાયેલા છે. થોડા દિવસો પહેલાં પ્રદ્યુમનસિંહે ગ્વાલિયરની એક કન્યા વિદ્યાલયની મુલાકાત કરી હતી. અહિંયા તેમણે કન્યા વિદ્યાલયનું ટોયલેટ ગંદુ જણાતાં ખૂદ સાફ કર્યું હતું. આ કાર્યને લઇને તેઓ મીડિયામાં છવાઇ ગયા હતા. ત્યારે ફરી એક વખત પ્રદ્યુમનસિંહે સફાઇ પર પોતાનો હાથ અજમાવ્યો છે. આ વખતે નેતાજી પોતે ગટરની નાળીમાં ઉતરી ગયા અને પાવડાથી ગટરનો કચરો સાફ કર્યો હતો.
મધ્યપ્રદેશના ગ્વાલરીયમાં સ્વચ્છ ભારત અંતર્ગત એક સ્પેશિયલ સફાઇની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જેમાં સ્થાનિક પ્રશાસનના લોકો અને મધ્યપ્રદેશના ઉર્જામંત્રી પ્રદ્યુમનસિંહ તોમર જોડાયા હતા. ગ્વાલિયરની અનેક ગટરોમાં કચરો અને દુર્ગંધ જણાતાં મંત્રીએ જાતે જ ગટરમાં ઉતરીને સાફ સફાઇ કરી હતી. અને સ્થાનિક પ્રશાસનને સ્વચ્છતા અંગ જાગૃક કર્યા હતા. સાથે જ ઉર્જા મંત્રીએ નિયમીત સફાઇ નહીં કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહિ કરવાના આદેશ આપ્યા હતા.