ઇન્દોરઃ એક પતિએ તાજમહેલ જેવું એક સુંદર ઘર બનાવી પત્નીને ગીફ્ટમાં આપ્યાની ઘટનાએ લોકોમાં ખૂબ ચર્ચા જગાવી હતી. મધ્યપ્રદેશના બુરહાનપુરના સ્કૂલ-સંચાલક આનંદ પ્રકાશ ચોકસેએ તાજમહેલ જેવું દેખાતું પોતાનું એક ઘર બનાવ્યું હતું. આ ઘર ચાર બેડરૂમનું છે. જેવું જ બનડાવ્યું છે. આ ઘર તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો, જેમાં 4 બેડરૂમ છે. આનંદ પ્રકાશે પોતાની પત્ની મંજૂષાને આ ઘર ગિફ્ટમાં આપ્યું હતું. ઘરમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર છે. આ ઉપરાંત કિચન, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ પણ છે.
ચોક્સેએ જણાવ્યું કે તેના મનમાં એ વાતનો રંજ હતો કે બુરહાનપુરમાં તાજમહેલ કેમ ન બન્યો, તેથી તેને પોતાની પત્નીને શાહજહાંની જેમ તાજમહેલ ગિફ્ટ કરવાનું નિશ્ચિત કરી લીધું. આ ઘર બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ આનંદના અતૂટ વિશ્વાસને કારણે તાજમહેલ જેવું મકાન બનાવવામાં તેમને સફળતા મળી.
તાજમહેલ જેવું જ ઘર બનાવવા માટે કન્સલ્ટિંગ એન્જિનિયર પ્રવીણ ચોક્સેએ જણાવ્યું- આનંદ ચોક્સેએ તેમને તાજમહેલ જેવું ઘર બનાવવાનું કહ્યું હતું. આ કામ ઘણું જ મુશ્કેલ હતું. આનંદ અને તેમનાં પત્ની તાજમહેલ જોવા આગ્રા ગયાં હતાં. પરત ફર્યા બાદ એન્જિનિયરોને તાજમહેલ જેવું જ ઘર બનાવવાનું કહ્યું. એ બાદ એન્જિનિયર પ્રવીણ ચોક્સે પણ આગ્રા જઈને તાજમહેલ જોઈ આવ્યા.
આનંદે એન્જિનિયરને 80 ફૂટ ઊંચું યુનિક ઘર બનાવવાનું કહ્યું હતું, પરંતુ મંજૂરી ન મળવાને કારણે તેમણે તાજમહેલ જેવું ઘર બનાવવાનું નક્કી કર્યું. એન્જિનિયરે ઈન્ટરનેટની મદદથી તાજમહેલની 3ડી ઈમેજ કાઢી, એ બાદ આ ઘર બનાવવાનું શરૂ કર્યું. 3 વર્ષમાં ઘર બનીને તૈયાર થઈ ગયું.