ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડા જનજાતિય સંમેલનમાં સામેલ થવા માટે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આવી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના ચાર કલાક ભોપાલમાં રોકાશે. તેઓ જંબુરી મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં એક કલાક 15 મિનિટ સુધી રોકાશે. આ કાર્યક્રમોને લઇને રાજ્ય સરકાર 23 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આદિવાસીઓને બેસવા માટે મોટા પંડાલ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ પાછળ રાજ્ય સરકાર 16 કરોડ ખર્ચ કરશે જેમાંથી 13 કરોડ રૂપિયા ફક્ત જંબૂરી મેદાનમાં યોજાનારા કાર્યક્રમ પાછળ ખર્ચ કરાશે.
વડાપ્રધાનની સુરક્ષામાં 30 વરિષ્ઠ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આયોજન માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઇ છે. પોલીસ, એસપીજી સુરક્ષા વ્યવસ્થા જોશે. વડાપ્રધાન મોદી પીપીપી મોડલ પર બનેલા હબીબગંજ રેલવે સ્ટેશનું ઉદ્ધાટન કરશે.