મ.પ્રઃ મંદોસરમાં એક ભયાનક ઘટના ઘટી. અહીંયા એક ભેંસે પોતાના માલિકને શિંગડામાં ભેરવી ઉઠાવીને જમીન પર પટકીને મારી નાંખ્યો. બાદમાં ગામના લોકોએ ભેંસને 5 ગોળીઓ મારી અને તેની હત્યા કરી નાંખી.
મંદોસરમાં થોડા સમય પહેલાં કમલસિંહ નામના ઘરમાં પાળેલો પાડો હતો તે અચાનક ઉગ્ર બની ગયો હતો. ઘરના વ્યક્તિઓ સાથે સાથે તે ઘરની બહારના લોકો પર પણ હુમલાઓ કરવા લાગ્યો હતો. એક દિવસ વહેલી સવારે માલિક પાણી પીવડાવવા માટે તેની પાસે ગયા તો ભેંસે માલિક પર હુમલો કરી દીધો.
ઘટનામાં માલિક કમલ ભેંસના શિંગડામાં ફસાઈ ગયા. તેઓ નિકળી શકાવાની સ્થિતિમાં પણ નહોતા. તેઓ નિકળવાનો પ્રયત્ન કરતાં હતા એટલો ભેંસ ઉગ્રતા સાથે કમલ પર હુમલો કરતો હતો. ત્યારબાદ ભેંસે કમલને જમીન પર પછાડવાની શરૂઆત કરી દીધી અંતે માલિકનું મોત થઈ ગયુ.
ગામના લોકોએ તુરંત ત્યાં પહોંચ્યા પણ ભેંસ ખુબ જ ઉગ્ર હતો જેનાથી ગામના લોકોને બંદુકનો સહારો લેવો પડ્યો. 5 ગોળી વારંવાર ધરબીને ભેંસને મારવામાં આવ્યો. માલિક અને ભેંસ બંન્ને મોત બાદ ખ્યાલ આવ્યો કે માલિકે
ભેંસનો સોદો 25000 હજાર રૂપિયામાં નક્કી કર્યો હતો. પણ માલિકને વધુ લાલચ થતાં 500 રૂપિયા વધુ માંગતા સોદો રદ્દ થયો અને અંતે માલિક અને ભેંસ બંન્નેને મરવાનો વારો આવ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ભેંસ ગાંડી થઈ ગઈ હતી. જેના કારણે ગામના લોકોએ બંદુકથી ગોળી મારી તેની હત્યા કરી નાંખી.