આજથી 74 વર્ષ પહેલા જ્યારે દેશનું વિભાજન થયુ હતુ ત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશ જમ્મુ કાશ્મીરને પોત પોતાના નકશાનો ભાગ બનાવવા માંગતા હતા.જોકે, મુસ્લિમ વસ્તી ધરાવતી રિયાસત જમ્મુ કાશ્મીરના હિન્દૂ શાસક મહારાજા હરિ સિંહ કોઇ પણ પક્ષને જમ્મુ કાશ્મીરની રિયાસત સોપવા માંગતા નહતા. આ દરમિયાન પુંછ અને શ્રીનગરમાં કેટલીક જગ્યા પર ‘મહારાજા વિરોધી પ્રદર્શન’ પણ થયા હતા.
1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ (Indian Independence Act) ઉપ મહાદ્વીપથી અંગ્રેજોના પ્રસ્થાન માટે કાયદાકીય આધાર પ્રસ્તુત કર્યો હતો અને વિભાજનની ગેરંટી આપી હતી. સત્તાના હસ્તાંતરણને યોગ્ય બનાવવા માટે બ્રિટિશ ભારત સરકારે 3 જૂન 1947માં એક ઠરાવ સમજૂતિ અથવા સ્ટેંડસ્ટિલ એગ્રીમેન્ટ (Standstill Agreement) તૈયાર કર્યુ હતુ, જેથી બ્રિટિશ તાજ અને રિયાસત વચ્ચે તમામ પ્રશાસનિક વ્યવસ્થાઓ હસ્તાક્ષર કર્તા અધિરાજ્યો (ભારત અને પાકિસ્તાન) અને રાજ્ય વચ્ચે ત્યાર સુધી અપરિવર્તિત રહે, જ્યાર સુધી નવી વ્યવસ્થા નથી આવી જતી.
કેટલીક રિયાસતોનું વિલય કરાવવા માટે કરવી પડી મહેનત
આઝાદી પહેલા ભારત લગભગ 565 નાની-મોટી રિયાસતોમાં વહેચાયેલુ હતુ. જ્યારે આ દેશ આઝાદ થયો તો અંગ્રેજોએ અહીની રિયાસતોને પોતાની ઇચ્છા અનુસાર ભારત-પાકિસ્તાન બન્નેમાંથી કોઇ પણ દેશ પસંદ કરવાની આઝાદી આપી હતી. આ વિકલ્પ બાદ 500થી વધુ રિયાસતોએ ભારતમાં પોતાનું વિલય કરી લીધુ હતુ. કેટલીક રિયાસતોનું વિલય કરાવવા માટે મહેનત કરવી પડી હતી, આ રિયાસતોમાં હૈદરાબાદ, ભોપાલ અને જમ્મુ કાશ્મીરની રિયાસતો મહત્વની હતી.
બ્રિટને વર્ષ 1935માં આ ભાગને ગિલગિત એજન્સીને 60 વર્ષ માટે લીજ પર આપ્યુ હતુ. જોકે, આ લીજને એક ઓગસ્ટ 1947માં રદ કરીને ક્ષેત્રને જમ્મુ કાશ્મીરના મહારાજા હરિ સિંહને પરત કરવામાં આવ્યુ હતુ. જમ્મુ કાશ્મીરના મહારાજા હરિ સિંહે વિલય માટે પાકિસ્તાનની જગ્યાએ ભારતની પસંદગી કરી હતી. આ વાત પાકિસ્તાનને સહન થઇ નહતી, તેને કાશ્મીરને પોતાના કબજામાં કરવા માટે ત્યા હુમલો કર્યો હતો. જે બાદ 31 ઓક્ટોબરે હરિ સિંહે રિયાસતને ભારતમાં વિલયને મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ આ ભારતનો અભિન્ન ભાગ બની ગયુ હતુ.