મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં મંગળવારે જિલ્લા પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પ્રચાર રેલી પછી પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરતા કહ્યું, હું શા માટે દલીલ કરી રહ્યો છું. હું છેલ્લા 30 વર્ષથી રાજકારણમાં છું. પરંતુ એક શાળા મારા નામે નથી. હું હંમેશા દરેકને મદદ કરું છું. હું મોદીને મારી શકું છું, ગાળો પણ આપી શકું છું. એટલા માટે મોદી મારી વિરુદ્ધ પ્રચાર કરવા આવ્યા હતા. તમારી સામે એક પ્રામાણિક નેતૃત્વ ઊભું છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લાખાણી તાલુકા હેઠળની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના પ્રચારનો રવિવારે છેલ્લો દિવસ હતો. આવી સ્થિતિમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પોતાના મતવિસ્તારમાં પાર્ટીને મજબૂત કરવા માટે ઘણી જગ્યાએ સભાઓ કરી હતી. આ પછી એક પ્રચાર રેલી દરમિયાન નાના પટોલેએ કહ્યું છે કે હું મોદીને મારી શકું છું અને ગાળો પણ આપી શકું છું. નેતના આ વિવાદીત નિવેદનબાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે નાના પટોલે પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી વિશે નાના પટોલેનું નિવેદન યોગ્ય નથી. આ બાબતની તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નાના પટોલે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમણે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર પર નિવેદન આપીને ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ ઘણી વખત વધારી દીધી છે. જે બાદ એવી અટકળો પણ શરૂ થઈ હતી કે મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.