મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે બંધ થયેલા થિયેટર અને ઓડિટોરિયમ 22 ઓક્ટોબરથી ફરી ખુલવા જઇ રહ્યા છે. રાજ્ય સરકારે આ મામલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યમાં ઓછા થતા કોરોના સંક્રમણના કેસને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તાજેતરમાં સરકારે નિયમોની સાથે ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની પરવાનગી આપી હતી.
રાજ્યમાં 1 હજાર 736 નવા કેસ અને 36 મોત બાદ સરકાર તરફથી સોમવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 17 મહિનામાં આ આંકડો સૌથી ઓછો છે. સ્વાસ્થ વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં કોવિડ-19 સંક્રમણના કુલ 65 લાખ 79 હજાર 608 કેસ સામે આવી ચુક્યા છે. બીજી તરફ કોરોના મહામારીમાં 1 લાખ 39 હજાર 578 દર્દી જીવ ગુમાવી ચુક્યા છે. માર્ચ 2020ના મધ્યથી લાગેલા તાળા ગત વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ફરી ખુલ્યા હતા પરંતુ પછી તેમણે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે સરકારે નવા નિયમ સાથે થિયેટર અને ઓડિટોરિયમ ખોલવાનો નિર્ણય કર્યો છે.
નિયમ આ રીતે સમજો
થિયેટર/મલ્ટીપ્લેક્સ/ ઓડિટોરિયમમાં કુલ ક્ષમતાના 50 ટકા લોકો જ બેસી શકે છે. થિયેટરમાં પહોચનારા લોકો પાસે આરોગ્ય સેતુ એપ પર સેફ સ્ટેટસ બતાવવુ જરૂરી છે. જોકે, દર્શક કોવિડ-19 વેક્સીનેશન સર્ટિફિકેટ પણ બતાવી શકે છે. ફૂડ કોર્ટ અથવા સાફ સફાઇમાં તૈનાત સ્ટાફના કર્મચારીોને કોવિડ-19 વેક્સીનના બન્ને ડોઝ લાગવા અને બીજા ડોઝ બાદ 14 દિવસ પસાર કરવા જરૂરી છે. ટિકિટ બુકિંગ, ખાવા-પીવાની વસ્તુ ખરીદવા માટે ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જોઇએ. પાર્કિગ લોટમાં ભીડ સંભાળવી અને આવનારા વ્યક્તિની થર્મલ સ્ક્રીનિંગ થશે.