ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હયો, પરંતુ આજે પણ ધોની પોતાના ફેન્સના દિલ જીતવામાં સફળ જ રહ્યો છે. આ વાત અમે નહીં પરંતુ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે કરી છે. કેમ કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની સિગ્નેચરવાડી ચેન્નાઇ સુપર કિંગ્સની એક ટી-શર્ટ રઉફને ગિફ્ટમાં આપી છે. ઉલ્લેખનીય છે કે ધોની સીએસકે ટીમના કેપ્ટન છે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર રઉફને ધોની તરફથી ગિફ્ટ મળ્યાબાદ સોશિયલમીડિયામાં રઉફે ટી-શર્ટનો ફોટો શેર કર્યો અને સાથે એક ભાવુક પોસ્ટ પણ લખી છે. હારિસ રઉફે લખ્યું કે ‘ લીજેન્ડ અને કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીએ મને એક સુંદર ટી-શર્ટ ગિફ્ટમાં આપીને સન્માનિત કર્યો છે, નંબર-7 આજે પણ પોતાના વ્યવહાર અને ઉદારતાની સાથે લોકોના દિલ જીતી રહી છે’
રઉફે આ ગિફ્ટ માટે ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજર રસેલ રાધાકૃષ્ણનનો પણ આભાર માન્યો હતો. પાકિસ્તાનના બોલરે લખ્યું કે આ મામલે મારો સપોર્ટ કરનાર રસેલ રાધાકૃષ્ણનનો ખાસ આભાર. હારિસ રઉફની પોસ્ટ પર રાધાકૃષ્ણને પણ કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે ‘ જ્યારે અમારા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કોઇને વાયદો કરે છે તો તેને નિભાવે છે. અમને એ જાણીને આનંદ થયો કે તમે પણ એને પસંદ કરો છો’.