મહેસાણાના જગુદન ગામે શ્રી હરસિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તારીખ 9 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જગુદન ગામના શ્રી ગણપતિ યુવક મિત્ર મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવમાં સહભાગી થવા નિમંત્રિત કરી રહ્યા છે.
હરસિદ્ધિ વિનાયક મંદિરનો પુરાતન ઈતિહાસ
છેલ્લી ઘણ પેઢીઓથી ગણપતિ ભગવાનની નાની દેરી જગુદનથી પુનાસણ જતા નેળીયા પરના એક ખેતરના સેઢા પર ગામના વડવાઓએ બનાવેલી દેરીમાં મૂર્તિ કે ફોટો ન હતો પરંતુ ગણપતિ દાદાનું સ્મરણ કરી ત્યાં દિવાબત્તી કરતા હતા. આ ડેરી જર્જરિત થતાં 9 ડિસેમ્બર 1998ના રોજ મંદિરનું નવ નિર્માણ કરી ગણપતિ દાદાની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને ત્રણ દિવસના ગણેશયજ્ઞ અને ગ્રામ ભોજનનું ગ્રામજનોએ આયોજન કર્યુ હતુ.
શ્રી હરસિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો રજત જયંતિ મહોત્સવનું પણ ત્રણ દિવસીય આયોજન
તારીખ 9 ડિસેમ્બર 2022ના રોજ સવારે 9:15 કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે 1:15 કલાકે મંડપ પ્રવેશ, બપોરે 2:30 કલાકે દેવ સ્થાપન પૂજન વિધિ, સાંજે 4:15 કલાકે અગ્નિ પ્રાગ્ટય વિધિ પછી ગ્રહ હોમ વિધિ અને સાયં પૂજન કરવામાં આવશે.