spot_img

બોલિવૂડની એક સમયની ગ્લેમરસ અભિનેત્રી થઇ સ્તન કેન્સરનો શિકાર, હવે ઓળખવી પણ બની મુશ્કેલ

બોલીવુડની વધુ એક અભનેત્રીને બ્રેસ્ટ કેન્સર થયું છે. પરદેશ ફિલ્મ કરીને ફેમસ થયેલી અભિનેત્રી મહિમા ચૌધરીએ આ ન્યૂઝ તેના ચાહકો સાથે શેર કર્યા છે. જેનાથી ચાહકો આઘાતમાં છે. બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિમા ચૌધરીનો આખો લૂક બદલાઈ ગયો છે. તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે. ઉલ્લેખનીય છેકે, મહિમા ચૌધરી એક અભિનેત્રી હોવાની સાથો-સાથ સુપરસ્ટાર સલમાન ખાનની ખુબ સારી ફ્રેન્ડ પણ છે. અગાઉ જ્યારે વિવિધ કેસમાં સલમાન ખાનને જેલમાં જવું પડયું હતું ત્યારે મહિમા અવારનવાર તેના ખબરઅંતર પૂછવા માટે જતી હતી. તેમની દોસ્તી એટલી ક્લોઝ છે કે, સલમાને મહિમાને ઘણી બીગ બજેટ ફિલ્મમાં હીરોઈન તરીકે રોલ પણ અપાવ્યો.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે મહિમા ચૌધરીને સ્તન કેન્સર હોવાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. અનુપમ ખેરે મહિમા ચૌધરી સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે. અનુપમ ખેરે મહિમા ચૌધરીને હીરો ગણાવી છે. એક સમયે પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના ધબકારાને વેગ આપનારી મહિમા ચૌધરીનો લુક બ્રેસ્ટ કેન્સર પછી સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અભિનેત્રીને જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ છે. મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર હોવાના સમાચારે અભિનેત્રીના ચાહકોને દુઃખી કરી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

 મહિમા ચૌધરીએ પોતાની દર્દનાક કહાની સંભળાવતા કહ્યું કે જ્યારે અનુપમ ખેરે તેને પોતાની ફિલ્મમાં કામ કરવા માટે બોલાવી ત્યારે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મહિમાએ કહ્યું કે તેને વેબ સિરીઝ અને ફિલ્મો કરવા માટે પણ ઘણા કોલ આવી રહ્યા છે, પરંતુ તે તેમને હા કહી શકી નહીં, કારણ કે તેના માથા પર હજુ સુધી વાળ નથી. તેણીએ એ પણ જણાવ્યું કે જ્યારે અનુપમ ખેરે તેણીને તેની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, ત્યારે તે ના પાડી શકી ન હતી અને તેને વિનંતી કરી હતી કે શું તે વિગ પહેરીને તેની ફિલ્મ કરી શકે છે. મહિમા તેની દર્દનાક વાર્તા સંભળાવતી વખતે ખૂબ જ ભાવુક થઈ રહી હોય તેવું લાગે છે. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મહિમા કહે છે – મારામાં કેન્સરના કોઈ લક્ષણો નહોતા. મારા રૂટિન ચેકઅપમાં તે જાણવા મળ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles