મોરબી GIDCમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. સાગર સોલ્ટમાં દિવાલ ધરાશાયી થતા 10 લોકોના મોત થયા છે. હળવદમાં દિવાલ ધરાશાયી થતા મોટી સંખ્યામાં શ્રમિકો દટાયા હતા. 9 શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મૃતકઆંક વધવાની શક્યતા છે. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
હળવદ GIDCમાં સાગર સોલ્ટ કંપનીના કારખાનામાં આ દૂર્ઘટના બની હતી. 30થી વધુ શ્રમિક દટાયેલા હોવાનું જાણવા મળે છે જેમણે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.