દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે દિવાળીના તહેવારોની પૂજામાં પ્રસાદમાં મુકવામાં આવતું ભગવાનને પ્રિય અને સૌથી પૌષ્ટિક એવું પંચામૃત ઘર બનાવો.. પંચામૃત એ પ્રશાદ માટેની સૌથી ઉત્તમ રેસીપી છે, જે દરેક પ્રકારની પૂજા માટે આપ ઘર પર બનાવી શકો છો. આ પંચામૃત બનવવા માટે આપને ફક્ત અમુક સામગ્રીઓની જ જરૂર પડશે અને આપ 5 મીનીટની અંદર જ આપ એક સ્વાદિષ્ટ પ્રસાદ ભક્તો અને ભગવાન માટે તૈયાર કરી શકો છો. પંચામૃત બનાવવા માટે આપને ફક્ત ઘરેલું સામગ્રીઓ જેવી કે, દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ અને ડ્રાય ફ્રુટની જરૂર પડશે, જે દરેક રસોડે ઉપલબ્ધ હોઈ છે. આ પંચામૃત પ્રસાદ આપ નીચે દર્શાવેલ રીતને અનુસરીને ઝડપથી બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ પંચામૃત પ્રસાદ બનવવાની રીત.
પંચામૃત પ્રસાદ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
૧/૨ કપ દૂધ((milk).
૩ ચમચી દહીં(curd).
અન્ય સામગ્રીઓ:
૧/૨ ચમચી ખાંડ(sugar).
૧/૪ ચમચી ઘી(ghee).
૧/૪ ચમચી મધ(honey).
થોડા ડ્રાય ફ્રુટ(dry fruit).
સજાવટ માટે:
થોડા તુલસીના પાંદ(basil leaves).
પંચામૃત બનાવવાની રીત:
એક બાઉલ લઇ તેમાં દૂધ, દહીં, ઘી, ખાંડ અને થોડા ડ્રાય ફ્રુટ ઉમેરો.
હવે આ બધીજ સામગ્રીઓ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
તેને થોડા ડ્રાય ફ્રુટ અને તુલસીના પાંદ વડે સજાવી સર્વ કરો.