ભારતમાં (India) સૌથી વધુ એરેન્જ મેરેજ (Arrange Marriage) થતાં હોય છે. આમ જોવા જઈએ તો એરેંજ મેરેજ ભારતની સંસ્કૃતિ (Culture) છે. સૌથી મોટા પ્રમાણમાં માતા-પિતાની પસંદગીથી યુવાઓ લગ્ન કરે છે. તેમ છતાં એવી કેટલીક બાબતો છે જે લગ્ન પહેલાં સ્પષ્ટ (Clarity) થાય તો વૈવાહિક જીવન ઝડપી સફળ બને છે.
પૈસા મામલે સ્પષ્ટતા
અહીંય અમે પૈસા આપવા કે લેવા મામલે કોઈ જાણકારી નથી આપતાં. પરંતુ જો આપ બંન્ને વર્કિંગ વ્યક્તિ છો. તો અરેંજ મેરેજ કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા ખાસ કરી લેજો કે લગ્ન બાદ કયો ખર્ચ કોણ ઉપાડશે. બંન્ને વર્કિંગ વ્યક્તિ જ્યારે વિવાહના સબંધમાં જોડાય છે. ત્યારે ખર્ચ મામલે સૌથી પહેલાં વિવાદો ઉભા થાય છે. ખર્ચાઓ કઈ રીતે વહેંચવા છે. અડધા-અડધા કરવા છે. કે પછી એક વ્યક્તિની સેલેરીથી ખર્ચ અને બીજા વ્યક્તિની સેલેરેથી સેવિંગ કરવી છે. જો આપ મહિલા છો અને લગ્ન બાદ પણ આપ તમારા માતાપિતાનો ખર્ચ ઉપાડવો છે. તો તમારે તમારા પાર્ટનર સાથે આ મામલે સ્પષ્ટતા કરી લેવી જોઈએ.
તમારા ભુતકાળ વિશે પણ આપો જાણકારી
અરેંજ મેરેજની વાત આગળ વધારતાં પહેલાં ..તમે જેની સાથે આખુ જીવન પસાર કરવાના છો તેને તમારો ભુતકાળની સાચી જાણકારી આપો. તમારી સગાઈ તુટેલી છે, તમારા છુટા છેડા પણ થયા છે. તો તમે ખુલીને જાણ કરો. જો લગ્ન બાદ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી આ જાણકારી મળે તો તમારા સબંધોમાં ખટાશ આવી શકે છે.
ઘરેલુ કામ પર પણ ચર્ચા કરવી જોઈએ
લગભગ તમામ ઘરમાં એવી આશા અને અપેક્ષા રખાય છે. કે મહિલાઓ ઘરની તમામ જવાબદારીઓ નિભાવે. જેવું કે ખવાનું બનાવવુ, સફાઈ કરવું, કપડાં ધોવા. પરંતુ આપ વર્કિંગ વુમન છો તો તો લગ્ન પહેલાં જ આ મામલે સ્પષ્ટતા કરવી જરૂરી છે. લગ્ન પહેલાં આ મામલે ખુલીને વાત કરી લેવી જોઈએ. કે તમે આ જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છો કે નહી.
ઉલ્લેખનીય છે કે આટલા સ્પષ્ટીકરણ જ કરવાથી તમારૂ વૈવાહિક જીવન સારૂ જશે તેવું પણ નથી. બંન્ને વ્યક્તિઓએ એકબીજાની અલગ અલગ બાબતોનું પણ ધ્યાન રાખવુ. જીવન એ બળદગાડા જેવું છે. બે પૈડા સરખા ચાલે તો જ ગાડુ પણ ચાલે. પતિ પત્ની બંન્ને એક સરખા જ ચાલે તો જ તેમનું જીવનણ પણ સારૂ ચાલેય