મહિલાઓનું (Woman) સન્માન એટલે આપણા દેશનું સન્માન. જો કે રાજસ્થાનમાં (Rajasthan) આજે એવી ઘટના સામે આવી જેનાથી માનવતા શર્મસાર થઈ ગઈ. રાજસ્થાનના એક મોલમાં (Mall) કર્મચારીઓએ મહિલા પર કપડાં (Cloth) ચોરી (Theft))કરવાની શંકા રાખી કપડાં ઉતરાવી કાઢ્યા. મહિલાએ આરોપોની સાબિતી આપવા કપડાં ઉતાર્યા તો કંઈ ન મળ્યુ.
સરકાર વિદ્યાર્થીઓને ગણિતનો ભય કરશે દુર, વૈદિક ગણિતથી ભણાવાશે
ઘટના છે 20 ડિસેમ્બરની. એક મહિલા પોતાની માટે કપડાની ખરીદી કરવા માટે પહોંચી. ચેન્જિંગ રૂમમાં કપડાં ટ્રાયલ કર્યા. બાદમાં તેમાંથી કેટલાંક કપડાં ખરીદીને કાઉંટરમાં પહોંચી. ટ્રાયલ રૂમની બહાર ઉભેલા કર્મચારીએ મહિલા પર આરોપ લગાવ્યો કે આમાંથી એક કપડું ગાયબ છે. જેને કદાચ આ મહિલાએ ચોરી લીધું છે. ખરીદી કરવા આવેલી મહિલાએ ચોરીના આરોપનો તુરંત જ ઈન્કાર કરી દીધો. પરંતુ મોલના કર્મચારીઓ મહિલાની વાત ન માન્યા અને ચેકિંગ કરવા માટે મહિલા પર દબાણ કરવા લાગ્યા.
મહિલાએ મોલના કર્મચારીઓ અને મેનેજર પર આરોપ લગાવ્યો છે. તેમણે એકઠાં મળીને ચોરીના આરોપ સાથે તેના કપડાં ઉતરાવ્યા છે. એને ચેકિંગ કરતાં એકપણ વસ્તુ મહિલા પાસેથી મળી નથી. વર્લ્ડ ટ્રેડ પાર્કમાં મહિલા કસ્ટમર સાથે આ ઘટના બની. મહિલા કસ્ટમર માર્ક એંડ સ્પેંસર શો રૂમમાં કપડાં ખરીદવા માટે ગઈ હતી. ચોરીના આરોપમાં મહિલા કસ્ટરમરે જબરજસ્તી કપડાં ઉતરાવ્યા. મહિલાએ મેનેજર સમક્ષ ફરિયાદ કરી. તેમ છતાં મોલના એકપણ કર્મચારીએ મહિલાની વાત માનવા તૈયાર નહોતા. આવી શર્મનાક ઘટના બાદ મહિલાએ મોલ પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી, પોલીસે આ મામલે ફરિયાદ લેવાનો વાત નકારી કાઢી હતી. જેના બાદ પીડિત મહિલા એડિશનલ પોલીસ કમિશ્નર પાસે ગઈ બાદમાં મહિલાની ફરિયાદ લેવાઈ.
હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં પેપર ફૂટ્યુ, પરીક્ષા રદ
મહિલા કસ્ટમર સાથે મોલના જે જે કર્મચારીઓ દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવી. તે તમામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મોલના કર્મચારીઓ અને મોલના મેનેજર સામે પણ પોલીસ ફરિયાદ કરાઈ છે.