દિલ્લીઃ શાહદરા પોલીસ સ્ટેશનમાં એક વિદેશી નાગરિક ને લાવવામાં આવ્યો છે. વિદેશી નાગરિક પર આરોપ છે તેણે ભારતની 100 મહિલાઓ સાથે ડોક્ટર એન્જિનિયર હોવાનું કહી લગ્ન કરી 25 કરોડની ઠગાઈ કરી છે
પોલીસે આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે. આરોપીઓ શહેરમાં લગ્ન કરવા ઈચ્છતી મહિલાઓનો મેટ્રીમોનીઅલ સાઇટ પરથી સંપર્ક કરતા પછી online સોશિયલ સાઇટ પર ચેટિંગ કરી મિત્રતા કેળવી લેતા હતા. પછી અલગ અલગ બહાના દેખાડી મહિલાઓ પાસેથી પૈસાની માંગણી કરતો હતો. મહિલાઓ જેવી પૈસા ટ્રાન્સફર કરતી હતી કે તુરંત જ આરોપી મહિલાઓ સાથે વાતચીત કરવાનો અને સંપર્ક કાપી નાખતો હતો.
શાહદરા જિલ્લાની એક મહિલા સાથે છેતરપિંડી થતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બાદમાં આખો મામલો બહાર આવ્યો . મહિલા પાસેથી આરોપીએ 15 લાખ રૂપિયા માંગ્યા હતા મહિલાએ રૂ.15 લાખ આપવા માટે પોતાના ઘરેણ વેચી કાઢ્યા હતા, મહિલાએ આરોપીના ખાતામાં જેવા પૈસા બેંક દ્વારા ટ્રાન્સફર કર્યા કે તુરંત જ આરોપીએ મહિલા સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા
મહિલાએ શાહદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફરિયાદ આધારે પોલીસે મહિલાએ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે ખાતાની વિગતો બેંક પાસેથી માંગવી એટલે ભાંડો ફૂટ્યો કે આ તો એકાઉન્ટ દિલ્હીની શાખાનો છે. પોલીસને એ પણ જાણકારી મળી કે આરોપી SWIPE MACHINE નો પણ ઉપયોગ કરે છે. આ તમામ સબૂતો અને માહિતીના આધારે પોલીસ તપાસ આગળ વધારતા ત્રણ લોકોને ઝડપી પાડયા. ત્રણમાંથી બે આરોપી વિદેશી નાગરિક છે અને એક આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે. દિલ્લામાં રહેતા વ્યક્તિનું કામ કામ કેશ ખાતામાં નંખાવી પોતાનુ કમીશન નીકાળી પૈસા આગળ મોકલવાનું હતું
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓએ અલગ-અલગ મેટ્રીમોનીઅલ સાઇટ પર NRI ના નામે પોતાના નકલી આઈડી બનાવ્યા હતા. જેમાં તેઓ વિદેશમાં ડોક્ટર અથવા એન્જિનિયર હોવાનું જણાવતા હતા આ પ્રકારની એક આઇડી જોઇ ને મહિલાઓ અને લગ્ન કરવા ઈચ્છતી યુવતીઓ જાળમાં ફસાઈ જતી હતી. આરોપીઓ ખાસ કરીને 35 થી 40 વર્ષની મહિલાઓ સાથે ખાસ સંપર્ક કરતા હતા કારણકે તેમનો વિશ્વાસ આસાનીથી જીતી શકાતો હતો. એક વાર મહિલા તેમની જાળમાં ફસાઈ જાય ત્યારબાદ ધીરે ધીરે અલગ-અલગ બહાના કરી મહિલાઓ પાસેથી પૈસા પડાવવાની શરૂઆત કરતા હતા જેવા પૈસા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય કે તુરંત મહિલા સાથેના તમામ સંપર્કો બંધ કરી દેતા હતા. મહિલાઓ પાસેથી જેટલા પણ રૂપિયા મળતા હતા તેમાંથી પોતાના ભાગના પૈસા વિદેશમાં તેમના પરિવારને મોકલી આપતા હતા