એક તરફ મોંઘવારીનો માર સામાન્ય વ્યક્તિ સહન કરી રહ્યો છે, ત્યાં હવે મહિનો બદલાતાંની સાથે જ તેના ખિસ્સા પર વધુ કાપ મુકાશે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ અનેક ફેરફાર થવાના છે જે સામાન્ય વ્યક્તિને સીધા અસર કરશે, જેમાં ગેસ ગેસ સિલિન્ડર, બેન્ક, ટ્રેનના સમયમાં ફેરફાર જેવા ફેરફારોનો સમાવેશ થાય છે. 1લી નવેમ્બરથી હવે બેન્કમાંથી રૂપિયા જમા કરવા કે નિકાળવાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. બેંક તમને રૂપિયા જમા કરવા માટે અને કાઢવા માટે પણ ચાર્જ લગાડશે. બેંક ઓફ બરોડાએ તેની શરૂઆત કરી છે. આવતા મહિનાથી નક્કી સીમાથી વધારે બેંકિંગ કરવા માટે અલગ ચાર્જ લાગશે. 1 નવેમ્બરથી ગ્રાહકો લોન ખાતા માટે પણ 150 રૂપિયા ચૂકવશે. ખાતાધારકે તેને માટે 3 વાર જમા કરવાનું ફ્રી રહેશે. જો તમે ચોથી વાર રૂપિયા જમા કરાવો છો તો તમારે 40 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. જનધન ખાતાધારકોમાંથી કેટલાકને રાહત મળી છે. તેને જમા કરવા માટે કોઈ નક્કી ચાર્જ હોતો નથી પણ તેને કાઢવા માટે 100 રૂપિયા આપવાના રહેશે.
1 નવેમ્બરથી રસોઈ ગેસ સિલિન્ડરની ડિલિવરીની પ્રક્રિયાને પૂરી કરવામાં આવી રહી છે. ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ નંબર પર એક OTP મળશે. જ્યારે સિલિન્ડરની ડિલિવરી માટે આવશે તો તમારી પાસે OTP માંગશે અને તમારે તેને ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એક વાર આ કોડની સિસ્ટમ સાથે જોડી દેવાશે તો જ તમને સિલિન્ડર મળી શકશે.
ભારતીય રેલ્વે દેશમાં ટ્રેનના ટાઈમટેબલમાં ફેરફાર આવ્યો છે. 1 ઓક્ટોબર પહેલા ટ્રેનના સમયમાં ફેરફાર થવાનો હતો પણ કેટલાક કારણોસર તે થઈ શક્યો નથી. નવા મહિનાથી આ લાગૂ થશે. આ પછી 13 હજાર યાત્રી ટ્રેનના સમય અને 7000 માલગાડીના સમય બદલાશે દેશમાં ચાલનારી લગભગ 30 રાજધાની ટ્રેનનો સમય પણ 1 નવેમ્બરથી બદલાઈ જશે.