Football લેજેંડ ડિઆગો મેરેડોના (Diego Maradona)ની Hublot કાંડા ઘડિયાળ ચોરનાર વ્યક્તિને આસામ પોલીસે ઝડપી પાડ્યો છે. ચોરી કરેલી ઘડિયાળ પણ પોલીસે મેળવી લીધી છે. દુબઈ અને આસામ પોલીસે બંન્ને મળીને કેસ સોલ્વ કર્યો.
Pinak-ER હથિયાર જેના ઘા થી દુશ્મન પાણી નહી માંગે
ઘડિયાળ ચોરનાર નામ વાજિદ હુસૈન છે. દુબઈ અને અસામ પોલીસના સંયુક્ત ઓપરેશને આરોપી વાજિદને પકડ્યો છે.ચરાઈદેવ જિલ્લાના મોરનહાટ વિસ્તારમાંથી ઝડપ્યો. ઘડિયાળ મળી અને જશ ખાટવા માટે અસમના મુખ્યમંત્રી પણ મેદાને ઉતરી પડ્યા. હેમંત બિસ્વાએ ટ્વિટ કરીને જાણકારી આપી. ટ્વિટમાં લખ્યું કે એક સંયુક્ત ઈન્ટરનેશનલ મિશન અંતર્ગત અસમ અને દુબઈ પોલીસે દિગ્ગજ ફુટબોલર ડિઆગો મારાડોનાની Hublot ઘડિયાળને વાજિદ નામના વ્યક્તિ પાસેથી મેળવી લેવાઈ છે.
ભાજપના આ પાટીદાર મહિલા ધારાસભ્યની સ્થિતિ ગંભીર, ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા
In an act of international cooperation @assampolice has coordinated with @dubaipoliceHQ through Indian federal LEA to recover a heritage @Hublot watch belonging to legendary footballer Late Diego Maradona and arrested one Wazid Hussein. Follow up lawful action is being taken. pic.twitter.com/9NWLw6XAKz
— Himanta Biswa Sarma (@himantabiswa) December 11, 2021
વાજિદ 2016ની સાલમાં ડિઆગો મારાડોનાના દુબઈના ઘરમાં સિક્યુરિટીની નોકરી કરતો હતો. ત્રણ દિવસ પહેલાં જ વાજિદ દુબઈથી પરત ફર્યો હતો. દુબઈ પોલીસે ચોરી કરેલી ઘડિયાળાની તમામ વિગતો મોકલી હતી. ડીજીપીને સાંજે જાણકારી મળી હતી અને ત્યારબાદ ઓપરેશન પાર પાડ્યું.
VIDEO: લગ્ન સમારોહમાં વેક્સિનેસન માટેનું લગાશે અલગથી કાઉન્ટર
મારેડોના હુબલોટ કંપનીની લિમિટેડ એડિશન ઘડી પહેરતા હતા. ઘડિયાળની કિંમત 20 લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈને કે 2020ની સાલમાં હાર્ટ એટેકથી મારાડોનાનું નિધન થઈ ગયુ હતુ.