લગ્નેતર સબંધ ક્યારેક ને ક્યારે ક સમસ્યાઓ પેદા કરે જ છે. આવો જ કિસ્સો આજે સુરતના પૂણાગામ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં પરિણિત બિલ્ડર સંજય સોસાયટીના પ્રમુખ હોઈ પાડોશમાં રહેવા આવેલી મહિલા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુ. બિલ્ડરે મહિલાને કહ્યું હતુ તે અપરિણિત છે. મહિલાને ભાંડો ફોડ્યો તો મહિલાને માર માર્યો.
સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવર નવાર શરીર સંબંધ બાંધનાર પુણા ગામના બિલ્ડરને પોલીસે ઝડપ્યો છે. બિલ્ડર પર આરોપ છે કે તેને પરિણીત હોવાનું છુપાવનાર બિલ્ડરે મહિલા સાથે લીવ ઈન રિલેશનના કરાર કરી તેની સાથે ફાર્મ હાઉસ તથા હોટલોમાં જઈ શારીરિક સબંધ બાંધ્યા છે. મહિલાને જ્યારે બિલ્ડરની અસલિયત ખ્યાલ આવ્યો તો ત્યારે આરોપીએ તું ગમતી નથી કહી, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે આવી ઢોર માર માર્યો અને મારી નાંખવાની ધમકી આપી. મહિલાએ પોલીસ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા. ફરિયાદના આધારે પોલીસે આરોપી બિલ્ડર સંજય પોકળને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા છે. ઘરમાં સાડી વર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. 16 વષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેવા આવી હતી. હતી. ત્યારે સંજય પોકળ પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે અપરણીત હોવાનુ કહી પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર ઘરે, તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતાં.