જો તમે સસ્તી હેચબેક કાર ખરીદવાનો વિચાર કરી રહ્યો છે, તો મારુતિ સુઝુકીએ હાલમાં જ મારુતિએસ પ્રેસો માર્કેટમાં લોન્ચ કરી છે.. આ કાર મીડરેન્જ બજેટમાં હેચબેક સહિતની તમામ સુવિધાઓ આપશે. ત્યારે આવો એક નજર કરીએ આ નવી કારના ફિચર્સ પર અને તેની ટેક્નોલોજી પર.મારુતિ સુઝુકીએ તેના એન્ટ્રી લેવલની હેચબેક એસ પ્રેસો અપડેટ કરી છે અને તેને સારા એન્જિન-પાવર અને માઇલેજ સાથે માર્કેટમાં લોન્ચ કરી છે… 2022 મારુતિએસ પ્રેસો નવી K સીરીઝ વન પોઈન્ટ OLW જેટ આઈડલ સ્ટાર્ટ સ્ટોપ ટેકનોલોજી સાથે ડ્યુઅલ વીવીટી એન્જિન રે જેવી શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે.
આ મોડલની પ્રારંભિક કિંમત રૂ. 4.25 લાખ છે. મારુતિ સુઝુકીએ બહેતર એન્જિન અને પાવર સાથે 2022 S-Presso રજૂ કરીને સસ્તું હેચબેક ખરીદવા માંગતા ગ્રાહકો માટે વધુ સારો વિકલ્પ આપ્યો છે. 2022 મારુતિ એસ-પ્રેસો, રેનો ક્વિડ અને હ્યુન્ડાઈ સેન્ટ્રો જેવી લોકપ્રિય હેચબેક સાથે સ્પર્ધા કરશે.2022 મારુતિ S-Presso સ્ટાન્ડર્ડ, LXi, Vxi અને Vxi+ જેવા ત્રણ લેવલમાં ઉપલબ્ધ છે. તેમાં 2022 મારુતિ એસ-પ્રેસ std. મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 4.25 લાખ રૂપિયા છે, જ્યારે 2022 મારુતિ એસ-પ્રેસ LXI મેન્યુઅલની કિંમત 4.95 લાખ રૂપિયા છે.
2022 મારુતિ S-Presso પાસે 25.30kmpl સુધીની ARAI પ્રમાણિત માઇલેજ છે જેનો અર્થ છે કે માઇલેજની દ્રષ્ટિએ તે સારી કાર છે. જો કે, આ ઓટો ગિયર શિફ્ટ (AGS) મોડલ્સ માટે છે અને મેન્યુઅલ વેરિઅન્ટનું માઇલેજ 24.76kmpl સુધી છે. નવી S-Presso 3,565mm લાંબી, 1,567mm ઊંચી અને 1,520mm પહોળી છે અને પાવર માટે, હેચબેક નવી K-Series 1.0L DualJet, Dual VVT પેટ્રો એન્જિન દ્વારા સંચાલિત છે, જે 65bhp પાવર અને 89Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.