દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં ભારતનો મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો અને ભારતે 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં શિખર ધવન અને વિરાટ કોહલીની અડધી સદી તેમજ નીચેના ક્રમમાં શાર્દુલ ઠાકુરની અણનમ અડધી સદીની મદદથી ભારતને જીત મળી હતી. એવામાં બીજી મેચમાં શું ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ જોવા મળી શકે છે, આ મોટો સવાલ છે. અત્યારે બે મેચ બાકી છે અને ભારત પાસે વન ડે શ્રેણી જીતવાની તક છે અને તેની માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી મહત્વની હશે.
લોકેશ રાહુલે પ્રથમ મેચમાં ઓપનિંગ કરી હતી પરંતુ વન ડેમાં રોહિત શર્મા અને શિખર ધવનના રહેતા તે નીચેના ક્રમમાં બેટિંગ કરતો હતો. એવામાં રાહુલ પાસે એક વિકલ્પ એવો પણ છે કે તે મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ખુદને નીચે ઉતારે અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રિતુરાજ ગાયકવાડ અને શિખર ધવન પાસે ઓપનિંગ કરાવે. પ્રથમ વન ડેમાં વેંકટેશ અય્યરે ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ પરંતુ તેને નિરાશ કર્યા હતા, તેણે એક ઓવર પણ બોલિંગ કરાવવામાં આવી નહતી.
શાર્દુલ ઠાકુરે શાનદાર બેટિંગ કરતા અણનમ 50 રન બનાવ્યા હતા. એવામાં ટીમમાં તેને ઓલરાઉન્ડર તરીકે યથાવત રાખવામાં આવશે, બીજી તરફ આર.અશ્વિન મેચમાં ધોવાયો હતો પરંતુ તેમાં બેટિંગ કરવાની કાબેલિયત છે, તેના અનુભવ અને બેટિંગની કાબેલિયતને જોતા તેને પ્લેઇંગ ઇલેવનની બહાર કરવો ઉતાવળ ભર્યુ હશે. ચહલ અને અશ્વિન મળીને પ્રોટિયાજ માટે પરેશાની ઉભી કરી શકે છે. ભૂવનેશ્વર કુમારે લાંબા સમય પછી વન ડે મેચ રમી છે અને તેનું પ્રદર્શન વધુ સારૂ રહ્યુ નહતુ. જોકે, તે શરૂઆતની ઓવરમાં અને પછી ડેથ ઓવર્સમાં પ્રભાવી રહે છે. એવામાં તેને વધુ એક તક આપવામાં આવી શકે છે.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બીજી વન ડે મેચ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન), રિષભ પંત, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.