મોંઘવારીનો માર હવે નાની પણ દરેકના ઘરમાં અવશ્ય જોવા મળતી એવી માચીસની ડબ્બી પર પણ જોવા મળી રહ્યો છે.. લગભગ 14 વર્ષબાદ માચીના ભાવમાં વધારો થવા જઇ રહ્યો છે.. દેશમાં માચિસ બનાવનાર મુખ્ય ઉદ્યોગ શિવકાશીમાં ચાલે છે. માચિસ ઉદ્યોગમાં લાગેલી 5 મોટી કંપનીઓએ મોંઘવારીની માર સામે હવે તેવી કિંમતને લઇ સહમતિ બનાવી લીધી છે. એક અહેવાલ અનુસાર, દેશભરમાં માત્ર 1 રૂપિયામાં મળનાર માચિસબોક્સ હવે 1 ડિસેમ્બરથી 2 રૂપિયાની થઇ જશે.
માચિસબોક્સની કિંમસ આ પહેલા 2007માં વધી હતી. ત્યારે 50 પૈસાની માચિસ 1 રૂપિયાની થઇ ગઇ હતી. શિવકાશીમાં ઓલ ઇન્ડિયા ચેંબર ઓફ માચિસબોક્સ એ લગભઘ 14 વર્ષ બાદ માચિસ બોક્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મેચિસ બોક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે, તેને બનાવવા માટે વપરાતા કાચા માલ સાથે સંબંધિત 14 વસ્તુઓની કિંમતો વધી ગઇ છે. લાલ ફોસ્ફરસ, જે ઘટ્ટ તરીકે કામ કરે છે, તે 425 રૂપિયાને બદલે 810 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. મીણની કિંમત 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે માચિસની ડબ્બીની કિંમત 36 રૂપિયાથી વધીને 55 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય પેપર, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફેટના ભાવમાં પણ 10 ઓક્ટોબરથી સતત વધારો થઈ રહ્યો છે. ડીઝલના ભાવોનો બોજ અલગ છે.
નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના વી. એસ. સેતુરતિમે કહ્યું કે, હવે 50 દિવાસળીવાળી 600 માચિસની ડબ્બીઓ 270 થી 300 રૂપિયામાં વેચવામાં આવે છે. હવે આ ઉદ્યોગને તેની કિંમત 60% વધારા સાથે એટલે કે 430 થી 480 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ કિંમત 12% જીએસટી સિવાયની છે.