ડાઇ-હાર્ડ ફેન તેમની સાથે તેમની મનપસંદ સેલિબ્રિટીની યાદ રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ સેલિબ્રિટી પોતાની પાદ હજારો ડોલરમાં વેચી શકે છે? તમે નાકનું ટિચકું ચઢાવીને તેને ગંદુ કહો તે પહેલાં, જણાવી દઈએ કે એક રિયાલિટી ટીવી સ્ટારે ખુલાસો કર્યો છે કે તેણીએ એક જ સપ્તાહમાં તેના ફાર્ટ્સ એટલે કે પોતાની પાદ વેચીને અંદાજે રૂપિયા 37 લાખ કમાવ્યા છે. એક અહેવાલ મુજબ, સ્ટેફની મેટ્ટોએ એક TikTok વીડિયોમાં આ માહિતી જાહેર કરી છે. તેણીના ફેન ફોલોઈંગ નવી ઊંચાઈએ પહોંચ્યા પછી તેણીએ એક વ્યાવસાયિક ફાર્ટિંગ ગેમ શરૂ કરી. મિસ મટ્ટો ટીવી શો 90 ડે ફિયાન્સમાં દેખાયા પછી સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ. જો કે આખી વાત સાવ વિચિત્ર છે એવું તમને નથી લાગતું? મિસ મટ્ટો તેના પાદને એટલે કે ફાર્ટ્સને કાચની બરણીમાં ભરી લે છે, અને પછી તેના ચાહકોમાંના એકને લગભગ રૂપિયા 75,000ની આશ્ચર્યજનક કિંમતે પેકેજ મોકી ચુકી છે તેવું એક અહેવાલમાં જણાવ્યું છે.
એક ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં, મિસ મેટ્ટોએ શેર કર્યું કે તે કેવી રીતે મેસન જારમાં તેની પાદ એટલે કે ફાર્ટ્સ વેચીને પૈસા કમાઈ રહી છે. તેણે પોતાની પાદ જારમાં કેટલો વખત રહે છે તેવા સવાલ કરનારા ચાહકોને પણ વિગતવાર જવાબ આપ્યા હતા. આ પાછું આટલેથી અટકતું નથી. આ સેલિબ્રિટી એ પણ જણાવે છે કે તે કેવી રીતે પાદ બહાર કાઢવા માટે તૈયાર કરે છે. અન્ય વિડિયોમાં, મિસ મટ્ટોએ તેના નાસ્તા વિશે ખુલાસો કર્યો, જેમાં કઠોળ, પ્રોટીન મફિન, સખત બાફેલા ઇંડા, પ્રોટીન શેક અને કેટલાક દહીંનો સમાવેશ થાય છે. તાજેતરમાં, મિસ મેટ્ટોએ તેના ફાર્ટ જારમાં બીજું તત્વ ઉમેરવાનું શરૂ કર્યું છે: ફૂલની પાંખડીઓ. તેણીએ કહ્યું, “મને ફૂલોની નાની પાંખડીઓ ઉમેરવી ગમે છે. મને લાગે છે કે તેઓ સુગંધને પોતાની સાથે જાણે બાંધી લે છે અને આથી તે લાંબા સમય સુધી ટકી રહે છે.