spot_img

મેક્સિમા લઇને આવી રહી છે સૌથી સસ્તી સ્માર્ટવોચ, ફીચર અને કિંમત જાણીને ચોક્કસ ખરીદવા થશો મજૂબર

આજકાલ સ્માન્ય વોચની જગ્યા સ્માર્ટવોચે લઇ લીધી છે. યુવાનો ખાસ સ્માર્ટવોચને પસંદ કરે છે. આજ કારણ છે કે ઘણી કંપનીઓ સ્માર્ટવોચ બનાવે છે. ત્યારે હવે વધુ એક વોચ બનાવતી કંપનીએ ભારતીય બજારોમાં પોતાની સ્માર્ટવોચ લોન્ચ કરવા જઇ રહી છે. ભારતીય બજારમાં ઉપલ્બધ સ્માર્ટવોચ કરતાં સસ્તી અને સારી સ્માર્ટવોચ લોન્ચ કરીને તમામને મોટી ટક્કર આપી શકે છે. સસ્તી સ્માર્ટ વોચ બનાવતી કંપની મેક્સિમાએ ભારતમાં તેની નવી બજેટ સ્માર્ટવોચ મેક્સ પ્રો એક્સ1 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની નવી વૉચ boAt અને Noise જેવા સ્થાનિક હરીફોને સ્પર્ધા આપી શકે છે.  મેક્સ પ્રો X1માં સ્ક્વેર ડાયલ છે, પરંતુ તે હજુ પણ જૂની મેટલ-બકલ સ્ટ્રેપ-ઑન મિકેનિઝમ સાથે આવે છે.

વૉચમાં એક ‘એડવાન્સ્ડ રિયલટેક ચિપસેટ’ સામેલ છે અને તે વોટર રેઝીસ્ટન્સ માટે 3ATM રેટિંગ સાથે આવે છે. તે 10 દિવસ સુધીની બેટરી લાઇફ આપશે તેવું પણ કહેવાય છે. Maxima Max Pro X1 ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની કિંમત 1,999 રૂપિયા છે અને તે ત્રણ કલર ઓપ્શનમાં અવલેબલ હશે જેમાં બ્લેક, પિંક અને ગ્રીનનો સમાવેશ થાય છે. Maxima Max Pro X1માં 1.4 ઇંચની IPS ડિસ્પ્લે 240×280 પિક્સલ રેઝોલ્યુશન અને 500 nits બ્રાઇટનેસ સાથે આવે છે. પેકેજમાં એક સિલિકોન સ્ટ્રેપ (94×126 mm) અને મેગ્નેટિક ચાર્જરનો સમાવેશ થાય છે. વૉચની જમણી બાજુએ મેનૂ અથવા વેક-અપ સ્ક્રીન દ્વારા બ્રાઉઝ કરવા માટે એક ફિઝિકલ બટનનો સમાવેશ થાય છે.

આજકાલ મોટાભાગની બજેટ સ્માર્ટવોચના સ્ટાન્ડર્ડ ફીચર્સની જેમ, આ સ્માર્ટવોચ બ્લડ ઓક્સિજન લેવલ (Spo2), સ્લીપ અને હાર્ટ રેટ મોનિટર કરી શકે છે. મેક્સિમા કહે છે કે મેક્સિમા મેક્સ પ્રો X1 એક જ ચાર્જ પર 10 દિવસનો બેટરી બેક અપ આપશે, જ્યારે ભારે વપરાશ માટે છ દિવસ સુધીનો રનટાઇમ ઓફર કરશે. તેમાં 30 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ હોવાનું કહેવામાં આવ્યું છે. મેક્સિમા મેક્સ પ્રો X1 માં ‘મૂડ લાઇટ રાખવા’ માટે બે ઇન-બિલ્ટ ગેમ્સ અને તમારી ડેઇલી એક્સરસાઇઝને ટ્રૅક કરવા માટે કેટલાક સ્પોર્ટ્સ મોડનો સમાવેશ થાય છે. ગ્રાહક ડિસ્પ્લે ઈમેજને પર્સનલાઇઝ કરવા માટે 100થી વધુ ક્લાઉડ-બેસ્ડ વૉચ ફેસમાંથી પણ પસંદ કરી શકે છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો, તેમાં બ્લૂટૂથ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને Apple iPhones સાથે કમ્પેટિબલિટીનો સમાવેશ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles