આજે અમે તમને ભારતમાં સ્થિત એક એવી હોટલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે માત્ર ભારત જ નહી વિશ્વમાં સૌથી મોંઘી હોટલમાં સામેલ છે. તમે જાણીને ચોકી જશો કે અહી મહેમાનોને ચાંદીના પલંગ પર રાત વિતાવવાની તક મળે છે. આ સાથે જ તે સોનાની થાળીમાં ભોજન કરે છે.
આ હોટલની સૌથી ચોકાવનારી વાત એ છે કે તેના બાથરૂમના નળમાં પણ સોનું લાગેલુ છે. આ હોટલનું નામ ‘ધ રાજ પેલેસ (Raj Palace Jaipur) છે. જે રાજસ્થાનના જયપુરમાં સ્થિત છે. તેને એશિયામાં સૌથી મોંઘી હોટલ માનવામાં આવે છે.
આ હોટલની ખાસ વાત એ છે કે અહી મહેમાનોને ચાંદીના બેડમાં ઉંઘાડવામાં આવે છે. હોટલના તમામ રૂમ એક બીજા કરતા વધારે આલીશાન છે.
તમે જાણીને ચોકી જશો કે આ હોટલના એક ખાસ દરબાર સ્વીટમાં આખી રાત રોકાવાનું એક રૂમનું ભાડુ 18 લાખ રૂપિયા છે. મહેમાનોને ખાસ વ્યંજનો સાથે સજેલી સોનાની થાળી પરોસવામાં આવે છે.
આ હોટલમાં 78 આલીશાન રૂમ છે. આ રૂમમાં સંગમરમરથી સુંદર નક્કાશી કરવામાં આવી છે. રાજ પેલેસ હોટલને વર્ષ 2007માં રાષ્ટ્રીય પ્રવાસન એવોર્ડની કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ વિરાસત હોટલનો એવોર્ડ મળ્યો છે.
આ હોટલની અંદર બોલ બચ્ચન ફિલ્મની શૂટિંગ કરવામાં આવી છે. આ સિવાય અક્ષય કુમારે ભૂલભુલૈયાની શૂટિંગ આ હોટલમાં કરી છે. ટીવી સીરિયલ રતન કા સ્વયંવર તથા ઝાંસીની રાનીની શૂટિંગ પણ આ હોટલમાં થઇ છે.