રાજ્યમાં એક તફર કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકાર મેળાવડા કરવામાં લાગી છે. સુશાનના નામે સરકારી કાર્યક્રમોમાં હજારો લોકો એકઠા થાય છે, જેમાં કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ભંગ થાય છે. ત્યારે આવો જ એક કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની ઔષધીય તુલા કરવામાં આવી હતી. જેમાં બંનેને આયુર્વેદિક દવાઓથી તુલા કરવામાં આવી હતી. આ તુલામાં જે પણ દવાઓ મુકવામાં આવી હતી તેને જરૂરિયાતમંદોને વિનામુલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ખાતે ડો.સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તકતી અનાવરણ કરી દર્દીઓની આરોગ્ય સેવાઓ અર્થે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.