spot_img

વિરાટ કોહલીની આ સુંદર ફેન્સને જોઇને અનુષ્કા બળીને થઇ ગઇ ખાખ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે T-20 વર્લ્ડકપની મેચ 24મી તારીખે યોજાવવાની છે, ત્યારે આ મેચને લઇને દેશ અને દુનિયામાં રોમાંચ ટોચ પર છે, ત્યારે આ હાલમાં છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પાકિસ્તાની ફિમેલ ફેન ખૂબ ચર્ચામાં છે.. વિરાટની આ પાકિસ્તાની ફેનનું નામ છે રિઝ્લા રેહાન (Rizla Rehan Pakistan female Fan of Virat Kohli).રિઝલાએ વર્લ્ડ કપ 2019માં પણ પોતાની તરફ સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રિઝલા વિરાટની બહુ મોટી ફેન છે. 2018માં દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપ દરમિયાન રિઝલા સૌ પ્રથમ વખત ચર્ચામા આવી હતી. પહેલી વખત તે 2018ના એશિયા કપમાં જ જોવા મળી હતી. બસ ત્યારથી જ રિઝલાનો ફોટો વાયરલ થયો અને રાતો રાત તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.
આ દરમિયાન તાજેતરમાં જ રિઝલાનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વિડિયોમાં રિઝલા કહેતી દેખાઈ રહી છે કે, મુજે વિરાટ દે દો, પ્લીઝ મુજે વિરાટ દે દો… આ વિડિયો બાદ રિઝલાએ પોતાના તરફ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

2019 વર્લ્ડ કપ દરમિયાન એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રિઝલાને જ્યારે પૂછવામાં આવ્યું કે એવું શું છે જે તે ભારતથી પાકિસ્તાન લઈ જવા માંગે છે તો રિઝલાનો જવાબ સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. રિઝલાએ પોતાના જવાબમાં વિરાટ કોહલીનું નામ લીધું અને કહ્યું કે પ્લીઝ વિરાટ મને આપી દો.
રિઝલા ક્રિકેટ ફેન હોવાની સાથે સમાજ સેવાનું કામ પણ કરે છે, તે કેટલાય બાળકોની મદદ કરે છે. રિઝલા નાની ચેરિટી ચલાવે છે. જેમાં તે ગરીબ અને વંચિત પાકિસ્તાની બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. રિઝલાએ કેટલાક બાળકોને એડોપ્ટ પણ કર્યા છે જેની સંપૂર્ણ જવાબદારી તે ઉપાડે છે. નવેમ્બર 2018માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં રિઝલાએ કહ્યું હતું કે, તે મૂળ કરાંચીની છે, પણ છેલ્લા 12 વર્ષથી દુબઈમાં જ રહે છે. તે દુબઈ અને ઈસ્લામાબાદમાં પોતાનો વધુ સમય વ્યતિત કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles