મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં કોરોના કેસમાં જે રીતે વધારો નોંધાયો છે તેના કારણે હાલમાં સરકાર દ્વારા હાલમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કોરોનાનું સંક્રમણ ફેલાતા હાલમાં કેટલાક ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર પણ આગામી 31 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે 23 તારીખથી બહુચરાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે કોરોના નું સંકમણ અટકાવવા માટે મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે બહુચરાજી મંદિરમાં રોજીંદા હજારો ભક્તો માં બહુચર નાં દર્શન માટે અહી પધારતા હોય છે