મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો પાસેથી ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા ખેડૂત પાસેથી આ શાકભાજી ફીક્સ ભાવથી ખરીદશે અને તેને સર્ટિફાઇડ કરીને બજારમાં વેચવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મહેસાણા એ મિલ્ક સીટી તરીકે ફેમસ છે ત્યારે બાગાયત ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે અને ખેડૂતો ની આવક વધે તેવા આશય સાથે મહેસાણા દૂધ સાગર ડેરી હવે ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી કરશે.
આગામી સમયમાં દૂધ સાગર ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવશે અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે. અને આ ઓર્ગેનિક શાકભાજી ડેરી ખરીદી ને બજારમાં મૂકશે. જેથી લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી મળી શકે મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડિંગ સાથે “ડેરી ફ્રેશ” નામની બ્રાન્ડ સાથે શાકભાજી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે આગામી એકાદ માસ બાદ ડેરી ફ્રેશ ના બ્રાંડિંગ સાથે પ્રાકૃતિક શાકભાજી બજારમાં મૂકવામાં આવશે.