કોરોનાની પ્રથમ લહેરમાં અચાનક લૉકડાઉન પછી મોટા શહેરમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસવીરો બધાએ જોઇ હતી. કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ફરી એક વખત આવો જ નજારો જોવા મળી રહ્યો છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. અહીથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી મોટાભાગની ટ્રેન રવાના થાય છે.
રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓને પોલીસના ડંડા ખાવા પડ્યા, ટ્રેનની ટિકિટ પણ નથી મળી. તેમ છતા તે ત્યાથી હલ્યા નહતા. મુંબઇમાં લૉકડાઉન લાગી ગયુ, તો તે ભૂખ્યા મરી જશે. એવામાં બધાનો પ્રયાસ છે કે લૉકડાઉન પહેલા પોત પોતાના ગામ- પોતાના ઘરે પહોચી જઇએ. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ મળ્યા છે. એવામાં લૉકડાઉનની આશંકાથી પ્રવાસી મજૂર ડરેલા છે.
મજૂરો સ્ટેશન પહોચ્યા તો પોલીસે રોક્યા
સ્ટેશનની અંદર મજૂર પહોચ્યા તો પોલીસે અંદર જવા દીધા નહતા. પોલીસે તેમણે ડંડો બતાવ્યો હતો અને કહ્યુ, કેમ બિહાર-યુપીથી ચાલ્યા આવો છો, જ્યારે જવુ જ હોય છે તો. લાચાર મજૂર સ્ટેશન સામે જ બેસી ગયા હતા. ટ્રેન સવારની હતી તો રાત્રે પહોચ્યા તો ચિંતા ટિકિટની હતી. ટિકિટ કોઇની પાસે નહતી. તમામે પ્લાન કર્યો કે જનરલમાં જતા રહીશુ. ટીસી આવશે તો દંડ ભરી દઇશું.
સ્ટેશનની અંદર ભૂખ્યા-તરસ્યા રહીને રાત વિતાવી
લોકમાન્ય તિલક સ્ટેશનની બહાર યુપી-બિહારના હજારો લોકો ભેગા થયા હતા. ભૂખ્યા-તરસ્યા આ બધાને ચિંતા હતી કે કોઇ રીતે ઘરે પહોચી જઇએ.