સારા શરીર માટે એક સંતુલિત આહાર જરૂરી છે. દુધને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દુધ અને દુધમાંથી બનેલી વસ્તુઓના સેવનથી જ આપણે સંતુલિત આહાર મેળવી શકીએ છીએ. આપણા ડાયટમાં થકી સંપૂર્ણ આહાર શક્ય જ નથી. પરંતુ શુ આપ જાણો છો આ સંપૂર્ણ આહાર આપના માટે ખતરો સાબિત થઈ શકે છે? થોડા સમય પહેલાં એક શોધમાં ખુલસો થયો કે ડેયરી પ્રોડક્ટનું વધારે પડતુ સેવન કેંસર કરી શકે છે. જી હાં BMC MEDICINE જર્નલમાં છપાયેલા એક રીસર્ચમાં કહેવાયુ છે કે ડેયરી પ્રોડક્ટના વધુ ઉપયોગથી લિવર કેંસર, બ્રેસ્ટ કેંસર, અને પ્રોસ્ટેટ કેંસર થવાની મોટીં સંભાવના રહી છે.
પ્રોસ્ટેટ કેંસરનો ખતરો સૌથી વધારે ?
જર્નલમાં થયેલા રીસર્ચ પ્રમાણે ડેયરી પ્રોડક્ટમાં મળનારા કેટલાક હોર્મોન આપણા શરીરના હોર્મોન્સ સાથે મળીને શરીરમાં સમસ્યાઓ પેદા કરી શકે છે. ત્યારબાદ કેંસર થવાની સંભાવના ઉભી થઈ જાય છે. બીજા રીસર્ચ પણ એવું દેખાડે છે કે પ્રોસ્ટેટ કેંસરનો ખતરો ડેયરી અથવા કેલ્શિયમનો સીધી અસર કરે છે.
સ્તન કેંસરની સમસ્યા અને ડેરી
વધારે ફેટવાળા ડેરી ઉત્પાદનોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણે વધારે હોય છે. જે મહિલાઓમાં હોર્મોન્સની સમસ્યા ઉભી કરી શકે છે. એસ્ટ્રોજન વધવાના કારણે બ્રેસ્ટ કેંસર થવાની સમસ્યા ઉભી થઈ શકે છે. રીસર્ચ પરથી સાબિત થાય છે કે લો ફેટવાળા ડેરી ઉત્પાદનોથી કેંસરનું જોખમ ઘટી જાય છે.
લીવર કેંસરનો ખતરો અને ડેયરી પ્રોડક્ટ
ડેયરી પ્રોડક્ટના વધારે પ્રમાણમાં સેવન ઈંસુલિન જેવા વિકાર પેદા કરી શકે છે. જે (IGF-I)ના સ્તરને વધારી શકે છે. જે કોષિકાઓના પ્રસાર ને વધારે છે. આ ઈસુંલિન ઘણાં પ્રકારના કેંસર માટે જવાબદાર પણ છે. સંભવિત રીતે ગાયના દુધમાં મહિલા સેક્સ હોર્મોંન્સ જેવા કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રેરોનથી સ્તન કેંસરના ખતરાને વધારી શકે છે. કેંસરના ખતરાને પ્રભાવિત કરવામાં આપણા આહારની વિવાદિત ભુમિકા હોઈ શકે છે પરંતુ હજુ પણ શોધ કર્તાઓનું માનવુ છે કે આ વિષય પર હજુ પણ શોધ ચાલુ જ છે.