નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરીણામે સ્પેશ્યલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, 1955 જેવા કાયદાઓમાં સુધારો પણ લાવશે.
ડિસેમ્બર 2020માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જેનું ગઠન માતૃત્વ સંબંધિત બાબતો, માતા મૃત્યુદરને ઘટાડવો, પોષણમાં સુધાર વગેરેની તપાસ માટે કરવામાં આવ્યું હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસને જયા જેટલીએ જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ભલામણ પાછળ અમારો તર્ક વસ્તી નિયંત્રણનો નથી. NFHS 5 દ્વારા જાહેર કરાયેલ હાલના આંકડાઓ અનુસાર પ્રજનન દર ઘટ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આ વિચાર પાછળ મહિલાઓના સશક્તિકરણનો વિચાર છે.