ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. રાજ્યના પરિવહન મંત્રી યશપાલ આર્યએ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય સંજીવ આર્યએ પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. બન્ને દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. જેની જાણકારી આપતા કોંગ્રેસી નેતા શ્રીનિવાસ બીવીએ એક ટ્વીટમાં કહ્યુ કે, ઉત્તરાખંડના મંત્રી અને સીનિયર ભાજપના નેતા યશપાલ આર્ય અને ભાજપ ધારાસભ્ય સંજીવ આજે કોંગ્રેસમાં સામેલ થયા હતા.