21 વર્ષ પછી Miss Universe 2021 નો તાજ ભારત આવ્યો. જો કે તાજ પહેરીને (Harnaaz Sandhu) પોતાનો અનુભવ અને આગળના પ્લાનિંગની મોટી જાહેરાત પણ કરી દીધી હતી. જેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા
UP: લોટરીનો નંબર ન લાગ્યો તો પૂજારીની હત્યા કરી નાંખી
21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો તાજ ભારત આવ્યો. ચંદિગઢની હરનાજ સંધુ તાજ જીતીને ભારતનું નામ રોશન કરી દીધુ. મિસ યુનિવર્સ પેજેંટ આ વખતે ઈઝરાયલ (israel) માં યોજાયો હતો. જીત બાદ આપેલા ઈન્ટરવ્યુમાં હરનાઝે જણાવ્યુ, પોતાના નામની જાહેરાત થઈ તુરંત જ આંખમાંથી આસું સરી પડ્યા હતા. કારણ ફક્ત એજ હતું. 21 વર્ષ બાદ ભારતમાં તાજ આવ્યો. 21 વર્ષિય હરનાઝે આ તાજ પૈરાગ્વેની નાડિયા ફેરીરા અને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસ્વાનેને પાછર રાખી દીધી હતી.
વીજળીના તારથી હવે ઈંટરનેટ ઘરે ઘરે પહોંચાડાશે
કઈ રીતે મળી સફળતા ?
હરનાઝે મહત્વની વાત કરતાં કહ્યુ કે શાંતિથી રહેવું અને વિનમ્ર રહેવું અને જમીન સાથે જોડાઈને રહેવાની આદતે આ મુકામ સુધી પહોંચાડી છે. આ આદતો તેને પોતાની કમ્યુનિટીમાંથી મળી છે. તમામ લોકોએ કમ્યુનિટીના જે મુલ્યો છે તેનું સન્માન કરવું જોઈએ.
લોકોની અપેક્ષા આપણી પાસે વધુ હોય છે
દેશનું પ્રતિનિધિત્વ કરવાની વાત આવે . દેશના લોકોની અપેક્ષા આપણી પાસે વધુ હોય છે. આવા સમયે આપણે આપણું બેસ્ટ આપવાનું રહે છે. આવા જ સમયે શાંત અને કેન્દ્રિત રહેવુ જરૂરી બની જાય છે. જે હું રહી અને જેના કારણે મને સફળતાં મળી.
21 વર્ષ પછી ભારતને મળી સફળતાં
આપણે સમય પર ભરોસો કરવો જ જોઈએ. (Lara Dutta) લારા દત્તા બાદ કોઈ યુવતીઓએ ભારત અને તેમની સુંદરતાને રીપ્રેઝન્ટ કર્યુ. તમામે ભારતનું નામ રોશન કર્યુ. ભારતને ગૌરવ પણ અપાવ્યુ કહેવાય છે. આપણે ફક્ત એટલું જ સમજવાની જરૂર છે કે આ સમય છે. ક્યારેક ક્યારેક ઘણી યુવતીઓ હોય છે. જેમણે ઘણી મહેનત કરી અને એ સમયે અન્ય દેશ તે સ્થાન પર રહેવા માટે વધુ હકદાર હોય. આવા સમયે જે જે યુવતીઓએ મહેનત કરી છે તે તમામ યુવતીઓએ ભારતનુ નામ રોશન કર્યુ છે.
કર્યો હતો જીતનો દાવો ?
મિસ યુનિવર્સ પ્રતિયોગિતા જતાં પહેલાં સંધુએ કહ્યું હતું. મને ખ્યાલ છે કે આ વખતે આ તાજ મારા શિરે જ રહશે. અને ત્યાં જઈને હું બધા ભારતીયોનું માથું ગર્વથી ઉંચુ રાખીશ. જેવુ મારૂ નામ છે તેવી જ રીતે ભારતનું ગૌરવ વધાર્યુ છે.