કેન્દ્ર સરકાર(Cental Government) હેઠળ આવતા કર્મચારીઓ માટે મોદી સરકાર ટુંક જ સમયમાં મોટી જાહેરાત(Big Announcement) કરવાની છે. કેન્દ્ર સરકારની સંસ્થાઓમાં કામ કરતાં કર્મીઓ માટે કેન્દ્ર સરકાર મોટી ભેટ આપવાની છે. મળતી માહિતી પ્રમાણે સરકાર ફિટમેંટ ફેક્ટર(Fitment Factor) વધારવા પર વિચારણા કરી રહી છે. જેના કારણે કેન્દ્રિય કર્મીઓની સેલેરીમા વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ફિટમેંટ ફેક્ટર સુધારો થશે તો કર્મચારીઓના બેઝિક સેલેરી 18 હજારથી વધીને 26 હજાર રૂપિયા થઈ શકે છે.
કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારી તરફથી મળી માહિતી પ્રમાણે ફિટમેંટ ફેક્ટર વધારવા માટે નાણાં મંત્રાલય વિવિધ બેઠકો શરૂ કરી દીધી છે. કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં વધારો કરવા માટે ફિટમેંટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. નાંણા મંત્રાલય કર્મચારી સંગઠનના પ્રતિનિધીઓ સાથે આ મુદ્દે ભવિષ્યમાં બેઠક કરશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર કોઈ સત્તાવાર જાહેરાત કરીને મિનિમમ વેજમાં વધારો કરશે. જો કે મિનિમમ વેજમાં કેટલો વઘારો કરવો તે સરકાર પર નિર્ભર હશે.
ફિટમેંટ ફેક્ટરમાં બદલાવથી શું અસર થશે
બેઝિક પે 26,000 રૂપિયા થઇ જાય. તો તેની પર મોંઘવારી ભથ્થામાં પણ બદલાવ આવી જશે. હાલમાં મોંઘવારી ભથ્થું બેઝિક 31 ટકા બરાબર છે. DA નું કેલકુલેશન ડીએના દર બેઝિક પે થી ગુણા કરીને કાઢી શકાય છે. એટલે કે વેતન વધવાથી મોંઘવારી ભથ્થા પણ વધી જશે.
લાંબા સમયથી કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગણી કરે છે
કર્મચારીઓની ઘણાં લાંબા સમયથી માંગણી છે કે, ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરાય. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ એક્સપેંડિચરમાં સામેલ કરવામાં આવી શકે છે.