કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદી પછી દેશના સૌથી સફળ વડાપ્રધાન ગણાવતા કહ્યુ કે તેમણે ગરીબી, આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના ક્ષેત્રમાં દેશને અલગ મુકામ પર પહોચાડી દીધુ છે. ડિલીવરિંગ ડેમોક્રેસી: સરકારના મુખ્ય રૂપમાં નરેન્દ્ર મોદીના બે દાયકા પર રાષ્ટ્રીય વિચાર ઉદ્દઘાટન સત્રને સંબોધિત કરતા શાહે કહ્યુ, અશિક્ષિત લોકો સાથે કોઇ દેશ વિકાસ કરી શકતો નથી અને તેમણે ભણાવવાનું દાયિત્વ શાસનનું છે. જે પોતાના બંધારણીય અધિકારો વિશે નથી જાણતુ, તે દેશના વિકાસમાં પૂર્ણ રીતે સહભાગિદાર નથી રહી શકતુ.
અમિત શાહે કહ્યુ, ભાજપનું નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા દુર્લભ ઘટના હતી કારણ કે 2001માં તેમની પાસે તંત્ર ચલાવવાનો કોઇ વાસ્તવિક અનુભવ નહતો, તે સમયે કઠિન સ્થિતિનો સામનો કરવા છતા તેમણે ખુદને સફળ પ્રશાસક સાબિત કર્યા હતા.
કચ્છમાં આવેલા ભૂકંપ બાદ રાજ્ય દબાણમાં પસાર થઇ રહ્યુ હતુ, તેમણે વસ્તુને બદલવાનો પ્રયાસ કર્યો અને વિકાસ અને પારદર્શિતા માટે ઘણુ કામ કર્યુ. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો રાજ્યમાં પ્રાથમિક સ્કૂલ શિક્ષણમાં રજિસ્ટ્રેશ 67 ટકા અને ડ્રોપ આઉટ 37 ટકા હતુ, તેમણે શિક્ષણને ભાર આપવા બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ શરૂ કર્યો, જેને કારણે રજિસ્ટ્રેશન 100 ટકા થઇ ગયુ અને તેમણે ડ્રોપ આઉટ ટકા 0 ઘટાડવા માટે પણ પગલા ભર્યા.
2014 પહેલા રામરાજની પરિકલ્પના ધ્વસ્ત થઇ ગઇ હતી
અમિત શાહે કહ્યુ કે 1960થી 2014 વચ્ચે લોકોના મનમાં એક મોટો સવાલ આવી ગયો હતો કે શું બદુદળીય લોકતાંત્રિક પ્રણાલી સફળ થઇ શકે છે, ત્યાર સુધી રામરાજ્ય અથવા કલ્યાણ રાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઇ ગઇ હતી. 2014માં ધૈર્ય સાથે લોકોએ નિર્ણય કર્યો અને પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન મોદીને સત્તા સોપી. પહેલાની કોંગ્રેસ નેતૃત્વ ધરાવતી યુપીએ સરકારની ટિકા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે તેમના શાસનકાળમાં નીતિગત લકવાની સ્થિતિ હતી.