spot_img

T20 World Cup 2021 વચ્ચે આ ટીમની કેપ્ટન્સીમાં બદલાવ, ગુજરાતી ખેલાડી સંભાળશે કમાન

સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman)માં આ સમયે ટી-20 વર્લ્ડકપ (T20 World Cup)નું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં 16 ટીમ ભાગ લઇ રહી છે.

આ વચ્ચે એક ટીમની કેપ્ટન્સીમાં બદલાવ થયો છે અને ગુજરાતમાં જન્મેલા ખેલાડીને ટીમની કમાન સોપવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકન ક્રિકેટ ટીમની (America Cricket Team).

અમેરિકાની ટી-20 ટીમના કેપ્ટનને હટાવવામાં આવ્યો છે અને નવો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. હજુ સુધી ટી-20 ટીમની કેપ્ટન્સી કરતા સૌરભ નેત્રાવાલ્કરને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે, જેની જગ્યાએ મોનાંક પટેલ (Monank Patel)ને કેપ્ટન્સી સોપવામાં આવી છે. અમેરિકાની પસંદગી સમિતીના અધ્યક્ષ માઇકલ વોસે આ વાતની જાણકારી આપી છે. પટેલ આઇસીસી અમેરિકાસ ટી-20 વર્લ્ડકપ ક્વોલિફાયરમાં અમેરિકાની ટીમની કેપ્ટન્સી કરશે.

પટેલનો જન્મ 1 મે 1993માં ગુજરાતના આણંદમાં થયો હતો. તે ગુજરાતની અંડર-16 અને અંડર-19 ટીમનો ભાગ રહી ચુક્યો છે. આ સમયે તે અમેરિકા માટે રમી રહ્યો છે. એરોન જોંસને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અમેરિકાને વર્લ્ડકપ લીગ 2 વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ પોતાની 9માંથી 8 મેચ હારી ગઇ હતી, ત્યારથી સૌરભની કેપ્ટન્સી પર શંકા હતી. અમેરિકાને 2019માં ટી-20 વર્લ્ડકપ ક્વોલિફાયર રમવાની તક મળી નહતી, તેને કેનેડા અને બરમુડા વિરૂદ્ધ હાર મળી હતી. સૌરભ જોકે, વન ડે ટીમનો કેપ્ટન બન્યો રહેશે. અમેરિકાને સાત નવેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે એન્ટિગુઆમાં વર્લ્ડકપ ક્વોલિફાયર રમવાની છે.

અધ્યક્ષે કારણ જણાવ્યુ

પસંદગી સમિતીના અધ્યક્ષ મેક્સે તેની પાછળનું કારણ જણાવતા કહ્યુ, અમેરિકાની ટી-20 ટીમના કેપ્ટન મોનાંક પટેલની નિયુક્તી એટલા માટે કરવામાં આવી કારણ કે સૌરભે કહ્યુ હતુ કે તે રમતના સૌથી નાના ફોર્મેટમાં પોતાની બોલિંગ પર ફોકસ કરવા માંગે છે, તેમણે તાજેતરમાં માઇનર લીગ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. પસંદગી સમિતી તેમના નિર્ણયનું પુરૂ સમ્માન કરે છે. તાજેતરમાં ઓમાન પ્રવાસ પર રમાયેલી વન ડે સિરીઝ સિવાય આ ગરમીમાં અને માઇનર ક્રિકેટ લીગની પ્રથમ સીઝનમાં કેટલાક શાનદાર પ્રદર્શન થયા છે જેમણએ પસંદગી સમિતી ધ્યાનમાં લેશે. અમે આ વાતથી ખુશ છીએ કે રાષ્ટ્રીય ટી-20 ટીમમાં પ્રતિસ્પર્ધા ઘણી રોમાંચક છે. જે લોકો ટીમમાં નથી આવી શક્યા તે દુર્ભાગ્યશાળી રહ્યા પરંતુ તેમના પર નજર રાખવામાં આવશે અને તે પસંદગી સમિતીના મગજમાં રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles