spot_img

પોતાના અંતિમ સંસ્કાર માટે બચાવેલા પૈસા ચોરાયા, તો પોલીસ સફાળી જાગી

ચોરીના બનાવો આમ તો સામાન્ય લાગે છે પણ જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ મહત્વના કામ માટે પૈસા એકઠા કરતો હોય. તે પૈસા કોઈ ચોરી લે તો ઘણુ દુખ થાય છે. આવી જ ઘટના શ્રીનગરમાં રહેતા અબ્દુલ રહેમાન સાથે. ખૂબ જ વૃદ્ઘ અબ્દુલ્લ ત્યાં એકલા રહે છે અને ચણા વેચવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

આખી જીંદગી ચણા વેંચીને પોતાના જીવન અને પોતાના અંતિમ સંસ્કાર માટે તેમણે એક લાખ રૂપિયા એકઠા કર્યા હતા. 14 નવેંબરના રોજ કેટલાક અસમાજિક તત્વોએ અબ્દુલ સાથે મારામારી કરી અને તેમની પાસેથી પોતે બચાવી રાખેલા એક લાખ રૂપિયા પણ ચોરી લીધા. ઘટના બાદ એક અજાણ વ્યક્તિએ અબ્દુલભાઈ સાથે બનેવી ઘટનાનો આખો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો. બસ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર વીડિયો એટલો વાયરલ થયો કે તે વિસ્તારના ssp સુધી વીડિયો પહોંચી ગયો.

 

એસએસપી પાસે જેવો વીડિયો પહોંચ્યો તે તુરંત જ તમામ પોલીસકર્મચારીઓને આ કેસ સોલ્વ કરવા માટે આદેશ અપાયા. આખા કિસ્સાની જાણકારી આપતા ડે.મેયરે પરવેજ એહમજ કાદરીએ ટ્વિટ કરીને કહ્યુ કે શ્રીનગર પોલીસે અને એસએસપી @Sandeep_IPS_JKP દ્વારા વૃદ્ઘ ચણા વેચનારાના ઘરમાંથી ચોરી થયેલા પૈસા પરત અપાવવા માટે નિર્દેશો આપના આદેશોને હુ સરાહનીય માનુ છુ. આ ઘટના બાદ
@Sandeep_IPS_JKP ની ચારે કોર વાહવાહી થઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles