સતયુગમાં તો શ્રવણ થઈ ગયા પણ કળીયુગમાં શ્રવણ છે. જી હાં, કળીયુગના શ્રવણ જગતસિંહ. જે અત્યારે હરિયાણા પોલીસ વિભાગમાં કામ કરે છે અને લોકોની સેવા ચાકરી કરી રહ્યા છે. તેમની માતાએ દુનિયા છોડતાં સમયે કહ્યુ હતુ કે દુનિયામાં જેટલા લોકોની સેવા ચાકરી થાય એટલી કરજે.
સોનિપત પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સપેક્ટર તરીકે જગતસિંહ ફરજ બજાવે છે. પોલીસની ફરજ બજાવ્યા પછી તે માનસિક રીતે દિવ્યાંગ અને અસહાય લોકોની સેવા કરે છે. પોતાની કામગીરી વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે તેમની માતાએ પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. માતાના નિધન બાદ તમામ અંગોનુ દાન કરી દેવાયુ હતું. હવે તેમની માતાથી પ્રેરાઈને પોતેને પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. ફક્ત જગતસિંહે જ નહી પણ પરિવારના અન્ય સભ્યોએ પણ તેમની આ પહેલમાં તેમનો સાથ આપવાનું નક્કી કર્યુ છે.
માનસિક રીતે દિવ્યાંગ અને અસહાય લોકોની સેવાનું કાર્ય 2008ની સાલથી જગતસિંહ કરી રહ્યા છે. જ્યારે પણ તે કોઈપણ વ્યક્તિની સેવા કરાવાનો મોકો મળે છે એટલે તેઓ તેમની માતાને યાદ વહેલી સવારે તુરંત સેવા કરવા પહોંચી જાય છે. ડ્યુટીના સમયે તેમના સાથી કર્મીઓ પણ તેમની મદદ કરવા પહોંચી જાય છે. જગતસિંહે 2008થી લઈને અત્યાર સુધીમાં 80થી વધુ દિવ્યાંગ લોકોને રસ્તા પરથી સારસંભાળ કરવા માટે અલગ અલગ આશ્રમમાં પોતાના ખર્ચે પહોંચાડ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત પણ ફર્યા છે. તેમની કામગીરી ફક્ત આશ્રમમાં મુકી છે પૂરી થતી નથી. તેઓ ખુદ આશ્રમમાં પણ જાય છે અને ત્યાં પણ સેવામાં જોતરાઈ રહે છે. જગતસિંહનું કહેવુ છે કે સેવાકીય કામગીરીથી તેમની માતા જ્યાં પણ હશે ત્યાં ખુશ રહેશે, અને તેમનો આશિર્વાદ સદા તેમની સાથે રહેશે.