પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે રાહત આપનારા સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશના બૈતૂલમાં એક પેટ્રોલ પંપના માલિકે પાંચ ટકાથી લઇને 10 ટકા સુધી એકસ્ટ્રા પેટ્રોલ ગ્રાહકોને આપી રહ્યો છે. આ કારણ તહેવાર નહી પરંતુ તેમના પરિવારમાં દીકરીનો થયેલો જન્મ છે.
દીકરો જન્મવા પર સૌ કોઇ ખુશીઓ મનાવે છે પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જેઓ દીકરીનો જન્મ થતા ખુશીઓ મનાવે છે. બૈતૂલના સેનાની પરિવારમાં નવા સભ્યના રૂપમાં દીકરી આવી હતી અને આ નવા મહેમાનના સ્વાગતમાં પેટ્રોલ પંપના માલિક રાજેન્દ્ર સેનાનીએ ગ્રાહકોને વધારાનું પેટ્રોલ આપવાનો નિર્ણય કર્યો.
રાજેન્દ્ર સેનાની ભત્રીજી શિખાએ 9 ઓક્ટોબરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. નવરાત્રીમાં દીકરીનો જન્મ થતા પરિવાર ખૂબ ખુશ જોવા મળ્યો. પરિવારમાં દીકરીના જન્મને યાદગાર બનાવવા સેનાની પરિવારે પોતાના પેટ્રોલ પંપ આવતા તમામ ગ્રાહકોને 13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પેટ્રોલ ખરીદવા પર એકસ્ટ્રા પેટ્રોલ આપવાનો નિર્ણય કર્યો. જેના પરિણામ સ્વરૂપ 100 રૂપિયાનું પેટ્રોલ લેવા પર 105 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. જ્યારે 500 રૂપિયાનું પેટ્રોલ ખરીદવા પર 10 ટકા એકસ્ટ્રા પેટ્રોલ આપવામાં આવ્યું હતું