spot_img

આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડના નવા ચેરમેન, કંપની બોર્ડે આપી મંજૂરી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ Jio ઈન્ફોકોમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેમના પુત્ર આકાશ અંબાણીને Jio ઈન્ફોકોમના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપની બોર્ડે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે Jio Infocomm મુખ્ય કંપની Jio Platforms ની સબસિડિયરી કંપની છે.

27 જૂન 2022ના રોજ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આકાશ અંબાણીના નામ પર મહોર લગાવવામાં આવી હતી. અગાઉ આકાશ અંબાણી બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. કંપનીએ મંગળવારે સ્ટોક એક્સચેન્જમાં આપેલી માહિતીમાં આ વાત સામે આવી છે.

નવી પેઢીને નેતૃત્વ સોંપવામાં આવી રહ્યું છે

બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલા આકાશ અંબાણી પહેલા તેમના પિતા મુકેશ અંબાણી કંપનીની અધ્યક્ષતા સંભાળતા હતા. કંપની બોર્ડે Jio ઈન્ફોકોમના ચેરમેન પદેથી મુકેશ અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. આ નિમણૂકને નવી પેઢીને નેતૃત્વ સોંપવા તરીકે જોવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણી Jio પ્લેટફોર્મ લિમિટેડના ચેરમેન તરીકે ચાલુ રહેશે.

4G ઇકોસિસ્ટમ માટે આકાશને ક્રેડિટ

Jioની 4G ઇકોસિસ્ટમ બનાવવાનો શ્રેય આકાશ અંબાણીને જાય છે. વર્ષ 2020માં દુનિયાભરની મોટી ટેક કંપનીઓએ Jioમાં રોકાણ કર્યું હતું. આકાશ અંબાણીએ પણ ભારતમાં વૈશ્વિક રોકાણ લાવવા માટે સખત મહેનત કરી હતી.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે વધુ એક મોટો ફેરફાર કરીને પંકજ પવારને આગામી 5 વર્ષ માટે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. એડિશનલ ડિરેક્ટર્સ રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરી હવે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે દેખરેખ રાખશે. તેમની નિમણૂક પણ 5 વર્ષ માટે અસરકારક રહેશે. આ નિમણૂંકો શેરધારકોની મંજૂરી પછી જ માન્ય રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles