જામનગરઃ ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો પ્રથમ જન્મદિવસ જામનગરમાં ઊજવવાના છે. જામનગરમાં જાણીતી સેલિબ્રિટીઓની હાજરીમાં પૃથ્વીના પ્રથમ જન્મદિવસની ઉજવણી થવાની છે. ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાજરી આપવા સેલિબ્રિટીઓ જામનગર પહોંચી રહી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહીર ખાન પરિવાર સાથે પહોંચ્યા છે.
પૌત્ર પૃથ્વીના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે. જન્મદિવસની સ્પેશિયલ કેક મુંબઈથી ફ્લાઈટમાં આવી.મુકેશ અંબાણીના પૌત્રના જન્મદિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વી અંબાણીને આશીર્વાદ આપવાના છે. પુત્ર પૃથ્વીના જન્મદિવસ માટે શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યાં છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.