અક્ષય કુમારની સૂર્યવંશી ફિલ્મ દિવાળીના દિવસોમાં રીલિઝ થઈ. કોવિડ પછી આ પહેલી મોટા બેનરની ફિલ્મ છે. જે થિએટર્સમાં રીલિઝ થઈ. ફિલ્મે બોક્સ ઓફિસમાં ધમાકેદાર અંદાજમાં 100 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.
વાસ્તવમાં આ ફિલ્મ કોના પર બની છે તે કોઈને ખ્યાલ નથી. જો કે અક્ષય કુમારે ખુદ કોની કામગીરીથી પ્રેરાઈને ફિલ્મ બનાવવામાં આવી છે તેનો ખુલાસો કર્યો છે. અક્ષયે કહ્યુ કે ફિલ્મમાં તે જે રોલમાં દેખાઈ રહ્યા છે તે કામ રીયલ લાઈફમાં IPS વિશ્વાસ પાટીલે કર્યુ છે.
વિશ્વાસ પાટીલ 26/11 આતંકી હુમલા સમયે દક્ષિણ મુંબઈના ડે કમિશ્નર ઓફ પોલિસ ઝોન 1 હતા. કોલાબા સ્થિત તામ હોયમાં તેમણે આતંકીઓનો સામનો કરવા માટે બનાવામાં આવેલી એક ટીમનું તેમણે નેતૃત્વ કર્યુ હતુ. જેમાં તેમણે એક આંતકીને ઠાર માર્યો નથી. પાટીલ સર્વશ્રેષ્ઠ આઈપીએસ ઓફિસરમાંના એક ઓફિસર છે. પોતાના વ્યક્તિત્વ અને મિત્રતા અંદાજમાં તેમણે યુવાનો અને મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમ અને ગ્રામિણ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ કામ કર્યુ છે.