રાજકોટમાં GPSCની તૈયારી કરતી યુવતીનું રહસ્યમય મોત નિપજતા ચકચાર મચી છે. લાઈબ્રેરીમાં વાંચવા ગયેલી યુવતી વેરાવળમાંથી શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવી હતી અને ત્યાબાદ તેનું મોત નિપજતાં અનેક સવાલો અને શંકાઓ ઉપજાવી રહી છે. રાજકોટમાં પતિ સાથે GPSCની તૈયારી કરતી પરિણીતા ગત 13મીએ લાઇબ્રેરીએથી ઘરે જવા માટે રિક્ષામાં નીકળ્યા બાદ શાપર વેરાવળમાંથી શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવતાં તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિણીતા સાથે શું થયું, તેણે શાપર પાસે જઇ ઝેરી પ્રવાહી પીલીધું કે પછી બીજું કંઇ બન્યું? તેનું મોત કયા કારણસર થયું? એ જાણવા શાપર પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામનાર શીતલના માતા પિતા બાબરા રહે છે. તેનાં ત્રણ વર્ષ પહેલાં રાજકોટના મહેશ ચનિયારા સાથે લગ્ન થયા હતા, જો કે 13 તારીખે ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.