નવી દિલ્હીઃ સ્પેનિશના દિગ્ગજ ટેનિસ પ્લેયર રાફેલ નડાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ મારફતે આ જાણકારી આપી હતી. નોંધનીય છે કે નડાલ અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમીને સ્પેન પરત ફર્યો હતો ત્યારે કોવિડ ટેસ્ટ કરાવતા તે સંક્રમિત હોવાની જાણ થઈ છે.
રાફેલ નડાલે ટ્વીટ કરી લખ્યું કે અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમી પરત ફર્યા પછી મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં RT-PCR પોઝિટિવ આવ્યો છે. નડાલે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે તેને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં બધું નોર્મલ થઈ જશે.
રાફેલ નડાલ હવે ઓસ્ટ્રેલિયા ઓપન રમશે કે નહીં તેની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 13 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા ઓપનની શરૂઆત થશે.